ગુજરાત

gujarat

ETV Bharat / city

ડભોઈના ધારાસભ્ય સહિત બ્રાહ્મણ ધારાસભ્યોએ કોરોના કાળમાં બ્રાહ્મણોને મદદ કરવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર - ડભોઈના ધારાસભ્ય

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. કેટલાય લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા છે. ત્યારે પાછલા કેટલાક સમયથી કર્મકાંડ સાથે જોડાયેલા બ્રાહ્મણોની આવક પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગો મોકૂફ રહેવાથી બંધ રહી છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

By

Published : Sep 25, 2020, 10:29 PM IST

વડોદરાઃ બ્રાહ્મણોને સરકારી મદદ મળે તે મુજબની માગ છેલ્લા કેટલાક સમયથી પ્રબળ બની છે. ત્યારે શુક્રવારે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં બ્રાહ્મણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન સમક્ષ ભૂદેવોને પડી રહેલી તકલીફો જણાવીને, તેમને આર્થિક સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.

ડભોઇના ધારાસભ્ય સહિત બ્રાહ્મણ ધારાસભ્યોએ કોરોના કાળમાં બ્રાહ્મણોને મદદ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

આ અંગે મુખ્યપ્રધાને સકારાત્મક જવાબ આપ્યો હોવાનું તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાત સરકાર કોરોના સંક્રમણથી નુકસાન પામેલા નાના ધંધા-રોજગારને ફરી ઉભા કરવા ઓછા વ્યાજદરે લોન આપી રહી છે. ત્યારે તેવી લોન 2 ટકાના વ્યાજદરે બ્રાહ્મણોને મળે તેવી રજૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details