ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP Yuva Mitra Abhiyan 2022 : 2.16 લાખ યુવાઓને પાર્ટી સાથે જોડ્યાં - ગુજરાત યુવા મતદાર

ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે તેને ટકાવી રાખવા ભાજપે યુવા જોડો અભિયાન શરૂ કર્યું છે. જેમાં નવા મતદારો નોધાયા હોય તેવા મતદારોને (Gujarat Youth Voter) યુવા મિત્ર અભિયાન (BJP Yuva Mitra Abhiyan 2022 ) અંતર્ગત જોડી રહ્યાં છે.

BJP Yuva Mitra Abhiyan 2022 : 2.16 લાખ યુવાઓને પાર્ટી સાથે જોડ્યાં
BJP Yuva Mitra Abhiyan 2022 : 2.16 લાખ યુવાઓને પાર્ટી સાથે જોડ્યાં

By

Published : Jan 17, 2022, 6:57 PM IST

ગાંધીનગરઃ ભાજપ વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને યુવા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત ભાજપના યુવા મોરચા દ્વારા 25 ડીસેમ્બરના રોજ 'યુથ ચલા બુથ' પ્રોગ્રામ હેઠળ બુથ દીઠ યુવાનોને (Gujarat Youth Voter) જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપમાં યુવાઓને જોડવા માટે 1800 વિસ્તારકો મોકલ્યા હતાં. અત્યારે લાખો યુવાનો મિસકોલ તેમજ ફોર્મ ભરીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા યુવાનોને ભાજપ દ્વારા યુવા મિત્ર કાર્ડ ( (BJP Yuva Mitra Abhiyan 2022 ) ) એનાયત કરીને ભાજપમાં જોડાણ માટેનું ઓળખકાર્ડ પણ જનરેટ કરવામાં આવ્યું છે.

ભાજપમાં જોડાણ માટેનું ઓળખકાર્ડ પણ જનરેટ કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ Vijay Suvala Joins BJP: ભાજપ સાથે જોડાયા બાદ બોલ્યા વિજય સુવાળા - રાતનો ભૂલેલો ઘરે પાછો ફર્યો છું

નવા યુવા મતદારો જે ભાજપમાં જોડાયાં

નવેમ્બર, 2021 સુધીમાં કુલ 8.20 લાખ નવા મતદારો (Gujarat Assembly Election 2022) નોધાયા છે. ઈલેકશન કમિશનના ડેટામાં પ્રત્યેક વિધાનસભામાં 20 હજાર નવા મતદારોની નોધાણી થઈ છે. કુલ 8.20 લાખ મતદારો પૈકી 2.16 લાખ યુવાનો (BJP Yuva Mitra Abhiyan 2022 ) મિસકોલ થકી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા 1.56 લાખ યુવાનોના યુવા મિત્ર કાર્ડ બન્યા છે. નવા જોડાયેલ મતદારો (Gujarat Youth Voter) 'વન બુથ 20 યુથમાં' પણ ભાજપ સમાવેશ કરશે. સૌથી વધુ યુવાનો વટવા, પાલનપૂર, જૂનાગઢ, બોટાદ, પાટણ અને જેતપુર વિધાનસભામાં જોડાયા છે. સૌથી ઓછા યુવાનો ડાંગ, દ્વારકા, કઠલાલ, કપડવંજ બેઠકોમાં જોડાયા છે.

2022 માં 'યુથ' ભાજપનું ટાર્ગેટ

આ વર્ષની વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા યુવા વોટ અંકે (Gujarat Youth Voter) કરવા જોરશોરથી કાર્ય થઈ રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પાછળ રાખવા ભાજપ સજ્જ થઈ રહ્યુ છે. પરંતુ પેપર લીક કૌભાંડને ભાજપ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને ભાવનગર ખાતે NCPનું સંમેલન યોજાયું હતું

ABOUT THE AUTHOR

...view details