ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા તમામ રાજકીય પક્ષો તમામ મોરચે તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં ગાંધીનગરમાં યોજાયેલી ભાજપની (BJP Meeting Gandhinagar) બેઠકમાં ચૂંટણી ફંડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના રજની પટેલે આ અંગે વિસ્તારથી વાત કહી હતી. પાર્ટી તરફથી ચિંતન શિબિર પૂરી થયા બાદ કારોબારી બેઠક યોજાઇ હતી. આ બંને બેઠકોમાં ચૂંટણીલક્ષી ચર્ચા તેમજ ચૂંટણી ફંડ (Election Fund BJP 2022) મામલે આયોજન કરી દેવાયું છે.
ચૂંટણી ફંડ એકઠું કરવા માટે ભાજપ કાર્યકર્તાઓને અપાયો આટલો ટાર્ગેટ, રકમ આ રીતે ચૂકવવાની રહેશે - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) તૈયારીઓ માટે તમામ રાજકીય પક્ષોએ પગલાં લેવાના શરૂ કર્યા છે. ચૂંટણી સંબંધીત યોજાયેલી ભાજપની (BJP Meeting Gandhinagar) ગાંધીનગરની બેઠકમાં ઘણા પાસાઓ પર ચર્ચા થઈ છે. ભાજપના રજની પટેલે આ અંગે વિસ્તારથી વાત કહી હતી. બેઠકોમાં ચૂંટણીલક્ષી મુદ્દા તેમજ ચૂંટણી ફંડ (Election Fund BJP 2022) મામલે આયોજન કરી દેવાયું છે. પાર્ટીના કાર્યકરો (BJP Workers Election Fund) પાર્ટીમાં કઈંક ફાળો આપે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:લગ્નમાં જમવા પહેલા ચેતવા જેવો કિસ્સો, એક સાથે 200થી 300 વ્યક્તિઓ થયા હોસ્પિટલ ભેગા
200 કરોડનો ટાર્ગેટ: રૂપિયા 200 કરોડ એકત્રિત કરાશે. ભાજપ કેડર બેઝ પાર્ટી છે. પાર્ટી પાસે પૂરતું ફંડ પણ છે. પરંતુ આમ છત્તા પાર્ટીના કાર્યકરો (BJP Workers Election Fund) પાર્ટીમાં કઈંક ફાળો આપે છે. પાર્ટીમાં આર્થિક સહયોગ આપે છે. તે વાત પ્રદેશ કારોબારીમાં જોવા મળી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને ચૂંટણી નિધિ ઉભી કરવા જણાવ્યું છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, આ માટે રૂપિયા 200 કરોડનો ટાર્ગેટ રખાયો છે. આ માટે ફાળો આપવા ફક્ત ચેક સિસ્ટમ જ રખાવામાં આવી છે. અગાઉ પણ સી.આર.પાટીલે માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કર્યું હતું. જેમાં કાર્યકરો પાસેથી ઓનલાઇન ડોનેશન સ્વીકારવામાં આવ્યું હતું. કાર્યકરોએ 500 અને 1000 રૂપિયાનું દાન પાર્ટીને આપ્યું હતું.