- યુવાનોને સંગઠનમાં કેવી રીતે જોડાવા તેના માટે કમલમ ખાતે યોજાઇ બેઠક
- યુવા મોરચાના અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક
- યુવાનોને આકર્ષવા માટે રાજ્યભરમાં થશે સંમેલનો
અમદાવાદ:2022માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections 2022) ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ યોજાવા જઈ રહી છે. ત્યારે સંગઠન દ્વારા યુવાનોને વધુ મજબૂત કરવા તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હેતુથી કમલમ ખાતે બુધવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી, યુવા મોરચાની પ્રદેશ ટીમ, યુવા મોરચા સેલના કન્વીનર, જિલ્લાના પ્રભારી અને જિલ્લાના પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર મહિનામાં યુવાનોને પાર્ટીમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેની વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી હતી.
નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે (Gujarat Pradesh Youth Front President Dr. Prashant Korat) કહ્યું કે, નવા મતદાર નોંધણીના કાર્યક્રમો ગત મહિને થયા છે. ત્યારે આવા નવા યુવાનોને પાર્ટીમાં અને કામમાં જોડવા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંડળથી લઈને પ્રદેશના વિસ્તારક તરીકે નિકળશે. 25 ડિસેમ્બરે અટલ બિહારી બાજપેઈજીના જન્મદિવસે નિમિત્તે સમગ્ર દેશમાંથી 3500થી વધુ યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નીકળવાના છે. 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તમામ મંડળમાં નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે. બધી જગ્યાએ 12 તારીખે એક સાથે આ સંમેલન યોજાશે. જાન્યુઆરી મહિનામાં 14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મિઠાઇ વિતરણના કાર્યક્રમમાં પણ કરાશે. 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા તેમજ 23મી જાન્યુઆરી રક્તદાનના કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રકારના ભવિષ્યના કાર્યક્રમો માટેની બેઠક યોજવામાં આવી હતી. આગામી સમયમાં નવા યુવાનો પાર્ટીમાં જોડાય તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગી જશે.