ગાંધીનગરઃ આ ઇ-પુસ્તકનું નામ 'સેવા હી સંગઠન' આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના કાર્યકર્તા દ્વારા લોકડાઉન દરમિયાન કરેલા કાર્યો જેમ કે, ભોજન વિતરણ, રાશન કીટનું વિતરણ, સેનિટાઇઝીંગ, માસ્ક વિતરણ તેમજ ઉકાળા વિતરણ જેવા કાર્યોને લઇને આંકડાકીય માહિતી સાથે આ પુસ્તક લોન્ચ કરાયું છે.
ભાજપના કાર્યકરો દ્વારા લોકડાઉનમાં કરાયેલા કાર્યો અંગે ઇ-પુસ્તકનું અનાવરણ કરાયું - બીજેપી કાર્યાલય
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકડાઉન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કરેલા સેવાકીય કાર્યોને લઇને ઇ-બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
લોકડાઉનમાં ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલ કાર્યો અંગે ઇ-પુસ્તકનું અનાવરણ કરાયું
ભાજપના કાર્યકરો દ્વારા લોકડાઉનમાં કરાયેલા સેવાકીય કાર્યોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધને પગલે ગુજરાત ભાજપ દ્વારા આ ઇ-બુકનું સંકલન કરવામાં આવ્યું છે. જેથી ભાજપના કાર્યકરોના કાર્યની નોંધ લેવાય અને આગામી ચૂંટણીમાં તેઓ વધુ ઉત્સાહ સાથે કાર્ય કરી શકે.