- 18 એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી
- કુલ 11 વોર્ડ અને 44 ઉમેદવાર
- ભાજપે 10 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર: આગામી 18 એપ્રિલ 2021ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જે અંતર્ગત ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાંથી કુલ 10 વોર્ડ પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
પાટીદાર અને ક્ષત્રિય સમાજને મહત્વ
ભાજપે 11 બોર્ડના 44 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જ્યારે મહાત્મા મંદિર વોર્ડના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવાની બાકી છે. ગાંધીનગરને ઉત્તર ગુજરાતનો ભાગ ગણી શકાય. અહીં પાટીદારોની વસ્તી વધુ છે. આ ઉપરાંત ઠાકોર કોમનું પણ વર્ચસ્વ વધુ છે. ત્યારે ભાજપે પણ આ બંને સમાજને મહત્વ આપ્યું છે. 40માંથી 12 ઉમેદવાર એટલે કે 30 ટકા પટેલ છે. જ્યારે 7 ઉમેદવાર ઠાકોર એટલે કે જાહેર કરેલી બેઠકના 17.5 ટકા ઠાકોર છે.