ગાંધીનગર ગ્રેડ પે અંગે આજે મોટી જાહેરાત થઈ કરવામાં આવી છે. આજે મોડી સાંજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રુપિયા 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ગૃહ પ્રધાને પણ આ બાબતે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
- ગુજરાત પોલીસ કર્મચારીઓને પગાર વધારો
1. લોક રક્ષક પોલીસનો વાર્ષિક આવક હાલ 2.51.100 રૂપિયા છે તો તેમાંથી વધારીને 3.47.250 કરવામાં આવ્યા છે એટલે કે લોકરક્ષક પોલીસના વાર્ષિક આવકમાં કુલ 96.150 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે.
2. પોલીસ કોન્સ્ટેબલ ના વાર્ષિક આવક પગાર હાલ 3.63.660 રૂપિયા છે તો તેમાંથી વધારીને 4.16.400 કરવામાં આવ્યા છે.એટલે કે પોલીસ કોન્સ્ટેબલના વાર્ષિક આવકમાં 52.640 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
3. પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક આવક હાલ પગાર 4.36.654 રૂપિયા છે તો તેમાંથી વધારીને 4.95.394 રૂપિયા કરવામાં આવ્યા છે.એટલે પોલીસ હેડ કોન્સ્ટેબલના આવકમાં કુલ 58.740 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
4. એ.એસ.આઈ ને હાલ વાર્ષિક આવક 5.19.354 રૂપિયા આપવામાં આવે છે તો તેમાં વધારો કરીને વાર્ષિક આવક 5.84.094 રૂપિયા આપવામાં આવશે.એટલે કે વાર્ષિક આવકમાં કુલ 64.740 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પોલીસ ગ્રેડ પે કમિટીની રચના 28 ઑક્ટોબરે પોલીસ ગ્રેડ પે મામલે કમિટીની રચના થઈ હતી. 31 ઓક્ટોબરે પહેલી બેઠક મળી હતી. ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન સાથે ગત સપ્તાહે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ ગ્રેડ પે મુદ્દો, પોલીસના મોંઘવારી ભથ્થામાં સરકાર વધારો કરી શકે છે. આ સિવાય બાકીના એલાઉન્સમાં પણ વધારો કરી શકે છે. જેને લઇને આજે પોલીસ ગ્રેડ પે બાબતે મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેની લાંબા સમયથી ગુજરાતના પોલીસકર્મીઓ રાહ જોઈ રહ્યા હતા.
આંદોલન પણ છેડવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33,000 પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.
કમિટીની રચના બાદ આંદોલન થયું શાંત રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી .સરકારની કમિટી ગઠનની જાહેરાત સાથે જે તે સમયે સરકાર અને પોલીસ વડાના સકારાત્મક વલણથી આંદોલનની આગ શાંત પડી હતી.જે બાદ કમિટીએ જરુંરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ફક્ત આધિકારિક જાહેરાત બાકી છે.
- પોલીસકર્મીઓની તમામ 23 માંગો હતી
1. રાજ્યનાં કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇનાં ગ્રેડ પે અન્ય રાજ્યોનાં પ્રમાણમાં ખુબ જ ઓછા છે જેના બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે.
2. વર્ગ 3માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ 3 મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
3. પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, જેમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.
4. રાજ્ય સરકારના કર્મચારી પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના 10,20,30 ના લાભો સામે પોલીસ કર્મચારીઓને 12/24નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે. જે તાત્કાલિક ધોરણે પુર્વવત કરવામાં આવે.
5. પોલીસ કર્મચારીઓ માટે ખરીદવામાં આવતા આર્ટીકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિન હથિયારીની એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા તેની અલગથી વર્ગ 4ની ભરતી કરવામાં આવે.
6. રાજ્યમાં પોલિસ કર્મચારિઓને ચુકવવામાં આવતા ભથ્થાઓની રકમ જે છેલ્લા ઘણા વર્ષોથી વધારાઇ નથી તે તાત્કાલિક અસરથી વધારવામાં આવે.
7. રાજ્યના પોલિસ કર્મચારિઓને અમાનવિય રીતે તેમજ માનવ અધિકારોના હનન મુજબ 8 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે તેમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમ્યાન શારિરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.