ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂતો માટે નિર્ણય કરો નહીં તો વનવાસ ભોગવવા તૈયાર થઈ જાઓ, કિસાન સંઘની સરકારને ધમકી - Gujarat Assembly Elections 2022

ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘે હવે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. ત્યારે આ અંગે કિસાન સંઘના અધ્યક્ષ જગમલ આર્યાએ સરકારને ખેડૂતો માટે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે. ને જો આમ નહીં થાય તો વનવાસ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. bhartiya kisan sangh gujarat, threaten to gujarat government, farmers demand to government.

ખેડૂતો માટે નિર્ણય કરો નહીં તો વનવાસ ભોગવવા તૈયાર થઈ જાઓ, કિસાન સંઘની સરકારને ધમકી
ખેડૂતો માટે નિર્ણય કરો નહીં તો વનવાસ ભોગવવા તૈયાર થઈ જાઓ, કિસાન સંઘની સરકારને ધમકી

By

Published : Sep 2, 2022, 10:22 AM IST

ગાંધીનગરસેન્ટર ગ્રાઉન્ડ ખાતે ભાજપ પક્ષની ભગિની સંસ્થા એવી ભારતીય કિસાન સંઘે 25 ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલન શરૂ કર્યા છે. તેવામાં હવે ભારતીય કિસાન સંઘના (bhartiya kisan sangh gujarat) અધ્યક્ષ જગમાલ આર્યાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વર્ષ 1987માં કૉંગ્રેસની સરકારે ખેડૂતો સાથે અન્યાય (farmers protest in gujarat) કર્યો હતો અને આજે 27 વર્ષે પણ તે વનવાસ ભોગવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર (gujarat government news today) અને ભાજપ સરકાર પર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે નહીં તો વનવાસ ભોગવવા માટે તૈયાર (threaten to gujarat government) રહે.

સરકારને અનેક વખત કરવામાં આવી રજૂઆત

સરકારને અનેક વખત કરવામાં આવી રજૂઆતગુજરાત કિસાન સંઘના (bhartiya kisan sangh gujarat) અધ્યક્ષ જગમાલ આર્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી રાજ્ય સરકારને વીજ બિલ બાબતે અને એક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ ચોક્કસ નિર્ણય સરકારે લીધો નથી. જ્યારે કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કેબિનેટ ઊર્જા પ્રધાન કનુ દેસાઈ સાથે પણ અનેક વખત બેઠકો યોજીને પ્રશ્નનો ઉકેલ લાવવાનો ચર્ચા કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ નિર્ણય ( farmers demand to government) આવ્યો નથી.

ગાંધીનગરથી આંદોલન ગામડે ગામડે જશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટથી ગાંધીનગરના સેન્ટર વિસ્તાર ખાતે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેડૂત દ્વારા આંદોલન (farmers protest in gujarat) કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં એક ગાયત્રી યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો, જેથી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે.

આ પણ વાંચોપાટણના ધારાસભ્યે કોંગ્રેસ ટીમ સાથે જાતે વેટમિક્સ પાથરી ખાડા પૂર્યાં, વિરોધનો નવતર પ્રયોગ

મહિલાઓએ PMને લખ્યો પત્રઆ ઉપરાંત મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (pm narendra modi latest news ) પત્ર લખીને ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગેની પણ જાણ કરવામાં આવી છે. જો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં કરે તો આ આંદોલન રાજ્યના 18,000થી વધુ ગામડાઓમાં જશે અને ભાજપ સરકારને નુકસાન વેઠવા માટે તૈયાર પણ થવું પડશે.

80 ટકા સંસદ અને ધારાસભ્ય ખેડૂતપૂત્રભાજય કિસાન સંઘના (bhartiya kisan sangh gujarat) અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં 80 ટકા જેટલા સંસદ અને ધારાસભ્ય ખેડૂતપૂત્ર છે. ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય કરવો પણ જોઈએ. જોકે, છેલ્લા કેટલાય સમયથી ભારતીય કિસાન સંઘ ગુજરાતમાં હોર્સ પાવર આધારિત યોજના બિલ બાબતે સરકારને અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી, જેથી હવે જો નિર્ણય નહીં આવે તો વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા (Gujarat Assembly Elections 2022) જેવી થશે.

આ પણ વાંચોદિલ્હી ખેડૂત હિંસા ઘટના બાદ ખેડૂતોના વિરોધમાં ડીસાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

કયા પક્ષની તરફેણવર્ષ 1987માં કૉંગ્રેસે ખેડૂત ઉપર અત્યાચાર અને અન્યાય કર્યો હતો અને તેને લઈને જ અત્યારે 27 વર્ષે પણ કૉંગ્રેસ સત્તામાં બેસી નથી શકી ને વનવાસ ભોગવી રહી છે. તેવું નિવેદન કિસાન સંઘના અધ્યક્ષે આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો હવે રાજ્ય સરકાર પણ કોઈ પ્રકારનો નિર્ણય નહીં કરે તો ભાજપ સરકારને પણ ભારે (threaten to gujarat government) પડશે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં કિસાન સંઘ કયા પક્ષ તરફ ઝૂકશે. તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી પણ ભાજપ પક્ષને ભારે પડશે તેવી સ્પષ્ટ ચિમકી (farmers protest in gujarat) ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details