ગુજરાત

gujarat

ETV Bharat / city

મરકજમાં હાજરી આપી હોય અને વિગત નહીં અપાય તો હવે કેસ, અમદાવાદ પ્રથમ ગુનો નોંધાયો : ડીજીપી ઝા - DGP

દિલ્હીના મરકજમા જઈને આવેલા કુલ 126 લોકોની ઓળખ થઈ છે ત્યારે હજુ પણ જે લોકો પોલીસ સામે માહિતી છુપાવશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના ડીજીપી દ્વારા આપવામાં આવી છે. આજે અમદાવાદ એસ.ઓ.જી દ્વારા રાજ્યનો પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

By

Published : Apr 6, 2020, 8:49 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના દર્દી વધી રહ્યાં છે અમદાવાદ, સૂરત, બરોડા જેવા શહેરોમાં પોલીસે પણ હવે કડક લૉક ડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ હજુ પણ વધુ લૉક ડાઉન કડક કરવાની સૂચના આપી છે. જ્યારે દિલ્હીના મરકજમા જઈને આવેલા કુલ 126 લોકોની ઓળખ થઈ છે ત્યારે હજુ પણ જે લોકો પોલીસ સામે માહિતી છુપાવશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના ડીજીપી દ્વારા આપવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ એસ.ઓ.જી દ્વારા રાજ્યનો પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મરકજમાં હાજરી આપી હોય અને વિગત નહીં અપાય તો હવે કેસ, અમદાવાદ પ્રથમ ગુનો નોંધાયો : ડીજીપી ઝા

લૉક ડાઉન બાબતે ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અમુક શહેરો અને જિલ્લામાં હજુ લૉક ડાઉન વધુ કડક કરવાની સૂચના રાજ્યની પોલીસને આપવામાં આવી છે. જ્યારે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોલીસને કડક લૉક ડાઉનની અમલવારીની સૂચના આપી છે. ત્યારે હવે પોલીસ દ્વારા લૉક ડાઉન દરમિયાન હવે બાઈક પર ફક્ત એક જ વ્યક્તિને પરવાનગી આપવામાં આવશે, જો એક બાઈક પર બે વ્યક્તિ જોવા મળશે તો પોલીસને વાહન ડિટેન કરવાની પણ સત્તા આપવામાં આવી છે.

ઝાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના શહેરમાંથી ગામડામાં સંક્રમણ ન ફેલાય તે માટે કડક અમલ કરવું જરૂરી છે, જેથી જવે હાઇવે તો બ્લોક કર્યા છે જ્યારે ગામડામાં પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે. જ્યારે સૂરતમાં મહિલા ડોકટર સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ હતું તે બાબતે તબીબી સાથે ટેલિફોનિક વાત કરીને પાડોશીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગામડામાં કડક અમલ માટે સરપંચ અને આગેવાનોને અપીલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા લૉક ડાઉનનો કડક અમલ કરાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી ગઈ કાલે ડ્રોન ફૂટેજ 1748 ગુના દાખલ કરીને 4385 લોકોની ધડપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાના મુદ્દે ગઈ કાલે 12 ગુના દાખલ કર્યા છે. આજ દિન સુધી 113 ગુના દાખલ કરી 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

5 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન થયેલા ગુનાઓની વિગત

  • જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 1457
  • કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 724
  • અન્ય ગુનાઓ : 162 (રાયોટીંગ/Disaster Management Actના)
  • આરોપી અટકની સંખ્યા : 3918
  • જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 18430
  • ડ્રોનની મદદથી દાખલ થયેલા ગુનાઓ : 365
  • CCTVની મદદથી દાખલ થયેલા ગુનાઓ : 55
  • અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 12

ABOUT THE AUTHOR

...view details