ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે (Gujarat Assembly Election 2022) ગણતરીના જ મહિનાઓની વાર છે. ત્યારે ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (Announcement of General Administration Department) દ્વારા સત્તાવાર રીતે આજે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તેમાં ગુજરાત ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતીની નિમણૂંક કરવામાં (As the Chief Officer of Gujarat State Election Commission, P. Bharti's appointment) આવી છે. જ્યારે પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની લેબર કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
વર્ષ 2005 બેચના અધિકારી -પી. ભારતી વર્ષ 2005ની બેચના અધિકારી (IAS Officer P. Bharti) છે. તેમણે વડોદરા કલેક્ટર, લેબર કમિશનર તરીકે મહત્વની ફરજો નિભાવી છે. જ્યારે તેમણે વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં રાજ્ય ચૂંટણી પંચના ડેપ્યૂટી ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી.
આ પણ વાંચો-Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે પી. ભારતીના નેતૃત્વ હેઠળ થશે-ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે (Gujarat Assembly Election 2022) સમયસર યોજાશે સેમ્પલ માસમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નેતૃત્વ હવે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક (As the Chief Officer of Gujarat State Election Commission, P. Bharti's appointment) કરવામાં આવી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાર્ટી ના નેતૃત્વ હેઠળ યોજવામાં આવશે ઉલ્લેખનીય છે કે તેઓને વર્ષ 2014 લોકસભાની ચૂંટણીનો પણ અનુભવ છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીના અનુભવ કામમાં આવશે.
આ પણ વાંચો-IPS officers Transfer : ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 70 IPS અધિકારીઓની બદલી
IAS અનુપમા આનંદની લેબર કમિશનર તરીકે નિમણૂક -ગુજરાત ચૂંટણી આયોગના મુખ્ય અધિકારી તરીકે અનુપમ આનંદ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે તેમની પણ બદલી કરીને તેમને લેબર કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે છત્તીસગઢના IPS અધિકારી રોબિનસન સાથે લગ્ન કરતા તેમને ગુજરાત કેડરમાંથી રિલીવ કરવામાં આવ્યા છે. આ બાબતે પણ રાજ્ય સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેરાત કરી છે.