ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં કલમ 144 લાગુ, DySP એમ.કે. રાણા સાથે ખાસ વાતચીત - Interview

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 144ની કલમ લાગુ થઈ છે, ત્યારે આ બાબતે ગાંધીનગર પોલીસ દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવી રહ્યાં છે તે બાબતે ગાંધીનગરના DySP એમ કે રાણા સાથે ખાસ ઇટીવી ભારતની વાતચીત.

ગાંધીનગરમાં કલમ 144 લાગુ, DySP એમ.કે. રાણા સાથે ખાસ વાતચીત
ગાંધીનગરમાં કલમ 144 લાગુ, DySP એમ.કે. રાણા સાથે ખાસ વાતચીત

By

Published : Mar 21, 2020, 1:46 PM IST

ગાંધીનગર : કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી ન થઈ શકે તે માટે રાજ્ય પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 144ની કલમ લાગુ થઈ છે. આ 144ની કલમ બાબતે ગાંધીનગર પોલીસ દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવી રહ્યાં છે, તે બાબતે ગાંધીનગરના DySP એમ કે રાણા સાથે ખાસ ઇટીવી ભારતની વાતચીત પેશ છે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા શુક્રવારે પત્રકાર પરિષદ કરીને ગાંધીનગરના તમામ લારીગલ્લા બંધ કરાવવાની સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને ગાંધીનગર પોલીસ દ્વારા પણ ગાંધીનગરના તમામ વિસ્તારોમાં ફરીને સાવચેતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવશે, જ્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસને ક્યાંક ને ક્યાંક લારી-ગલ્લા બંધ કરાવવાની સફળતા મળી હોય તેવા પણ દ્રશ્યો ગાંધીનગરમાં સામે આવ્યા હતાં.

આ ઉપરાંત ગાંધીનગરની રેસ્ટોરન્ટમાં પણ વધુ વ્યક્તિઓ એકઠી ન થઈ શકે તે માટે પણ ગાંધીનગર પોલીસને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details