ગાંધીનગરACBએ દૂધસાગર ડેરીના (anti corruption bureau gujarat) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. તેમની પર દૂધસાગર ડેરીમાં 800 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ છે. જોકે, તેમની ધરપકડ સામે ચૌધરી સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. તો આ અંગે દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોગજી ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, 15 વર્ષ પહેલા થયેલા કેસમાં કેટલાક લોકો ખોટો રસ લઈને ખોટી રીતે વિપુલ ચૌધરીને ફસાવી રહ્યા છે.
રાજકીય ષડ્યંત્રમાં વિપુલ ચૌધરીનો ભોગ લેવાયોદૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોગજી ચૌધરીએ (Dudhsagar Dairy Former Vice Chairman) આક્ષેપ કર્યો હતો કે, રાજકીય ષડયંત્ર રચીને વિપુલ ચૌધરીનો ભોગ લેવામાં આવ્યો છે. આ 15 વર્ષ પહેલાંનો કેસ છે, જેમાં કોઈ ખોટી રીતે કેસને કદાચ લઈને વિપુુલ ચૌધરીને આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે. તેમને રાજકીય રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યું છે.
દબાણ ઊભું કરવાનું ષડયંત્ર તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) દબાણ ઊભું કરવા માટેનું આ સમગ્ર ષડયંત્ર છે. જો વિપુલ ચૌધરીને (Vipul Chaudhary Arrest) ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ આંદોલન કરવાની ચિમકી પણ અર્બુદા સેના (Arbuda Sena allegation) દ્વારા આપવામાં આવી છે.
ભાજપ વિરૂદ્ધ મતદાનની ચિમકીમોગજી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, જો વિપુલ ચૌધરીને (Arbuda Sena allegation) તાત્કાલિક ધોરણે ન્યાય નહીં મળે તો વિપુલ ચૌધરી જેમ કહેશે તેમ અર્બુદા સેના (Arbuda Sena allegation) કરશે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાની ચિમકી પણ અર્બુદા સેનાએ આપી હતી.
કેસ 15 વર્ષ જૂનો છે આ સમગ્ર ઘટનામાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમ જ અમિત ચૌધરી દ્વારા વિપુલ ચૌધરીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 7 વર્ષમાં તમામ સરકારી ફાઈલો બંધ કરવાનો નિયમ હોય છે, પરંતુ આ તો 15 વર્ષ જૂનો કેસ ફરીથી ઓપન કરવામાં આવ્યો છે.
ટેન્ડર પ્રમાણે કામ કરવામાં આવ્યું હતુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીએ પોતાના દૂધ સાથે ડેરીના ચેરમેન (Dudhsagar Dairy Former Vice Chairman) તરીકેના કાર્યકાળ દરમિયાન તમામ કામ નીતિનિયમો મુજબ જ કર્યું હતું. તમામ કામે પ્રક્રિયાને ધ્યાનમાં લઈને જ કરવામાં આવ્યું છે. જ્યારે દૂધ માટેના જે બોઈલરો ખરીદવામાં આવ્યા હતા. તેમાં રાજ્ય સરકારે તે સમયે 80 ટકાની સબસિડી પણ આપી ન હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા. આ ઉપરાંત જે બારદાનો મોંઘા ભાવે ખરીદ્યા હતા તે પણ કાયદેસરની પદ્ધતિથી અને ખેડૂતોને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને જ ખરીદવામાં આવ્યા હતા.
ઓડિટ પણ થયું હતું આ તમામ હિસાબ કિતાબનું ઓડિટ પણ ત્રણથી ચાર વખત કરાયું હતું. તેમ છતાં ખોટા કેસ અને આક્ષેપ ઊભા કરીને આ સમગ્ર કેસ ઊભો કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે આ સમગ્ર કિસ્સામાં રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ મહત્વની ભૂમિકા ભજવતા હોવાનો આક્ષેપ પણ ચૌધરીએ કર્યા છે.
7 જિલ્લામાં ચૌધરી સમાજનું પ્રભુત્વચૌધરી સમાજની વાત કરીએ તો, રાજ્યના 7 જિલ્લાઓમાં જેવા કે, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. જ્યારે આ 7 જિલ્લામાં અર્બુદા સેનાના (Arbuda Sena allegation) 1,00,000થી વધુ કાર્યકર્તાઓ છે. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજ જ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) હારજીત નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. 13 વિધાનસભા વિસ્તારમાં ચૌધરી સમાજના 5,00,000થી વધુ મતદારો છે, જે મહત્વની કામગીરીમાં જોવા મળે છે.