ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણૂંક, ડી.પી. બૂચના અનુગામી બન્યા રાજેશ શુક્લા - રાજેશ શુક્લાની પસંદગી

રાજ્યમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ખાલી પડેલી લોકાયુક્ત માટે નિવૃત્ત જસ્ટિસ રાજેશ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે. રાજેશ શુક્લા, ડી.પી. બૂચના અનુગામી બન્યા છે. જેમને રાજ્યના રાજ્યપાલ દ્વારા મુખ્યપ્રધાનની હાજરીમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા.

etv bharat
etv bharat

By

Published : Jun 23, 2020, 1:56 PM IST

  • રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણૂંક
  • નિવૃત જસ્ટિસ રાજેશ શુક્લાની લોકાયુક્ત તરીકે કરાઈ નિમણૂંક
  • રાજ્યના રાજ્યપાલે લેવડાવ્યા હોદ્દો અને ગુપ્તતાના શપથ

ગાંધીનગર: ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યના પ્રધાન મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સંપન્ન થયો હતો.

રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણુંક
રાજ્યમાં મુખ્યપ્રધાનો અને સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તેની તપાસ લોકાયુક્ત દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે લોકાયુક્ત તરીકે મુખ્યપ્રધાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની બનેલી કમિટી દ્વારા નામ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મંજૂરી મળ્યા બાદ પસંદગી થઈ છે.
ડી.પી બૂચના અનુગામી બન્યા રાજેશ શુક્લા

ગુજરાતમાં લોકાાયુક્ત તરીકે 27 ડિસેમ્બર 1956ના રોજ જન્મેલા રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. જેમને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમની મુદત છ વર્ષની હોય છે.

ડી.પી બૂચના અનુગામી બન્યા રાજેશ શુક્લા
ડી.પી બૂચના અનુગામી બન્યા રાજેશ શુક્લા

ABOUT THE AUTHOR

...view details