ગુજરાત

gujarat

આજે બીજા નોરતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેમના વતન માણસામાં માતાજીના દર્શન કરી ઉતારી આરતી

By

Published : Oct 8, 2021, 11:09 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના મત વિસ્તારમાં આવેલા માણસાના બહુચરાજી માતાના મંદિરમા નવરાત્રિના બીજા દિવસે માતાજીની આરતી કરી હતી અને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે જોડાયો હતો. વતનમાં હાજર રહી તેમને માણસના લોકોનો પ્રતિસાદ ઝીલ્યો હતો. અમિત શાહે માણસામાં બહુચરાજી માતાજીના મંદિરમાં પૂજા આરતી કરી હતી.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

  • અમિત શાહે પરિવાર સાથે બહુચર માતાજીની પૂજા આરતી કરી
  • બીજા નોરતે કરી કુળદેવીની આરતી કરી
  • વતનમાં હાજર રહી માણસના લોકોનો પ્રતિસાદ ઝીલ્યો

ગાંધીનગર: ગુજરાતના પ્રવાસે અને ખાસ કરીને પોતાના મત વિસ્તાર અને વતન માણસમાં આવેલા ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. ત્યાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. તેમની મુલાકાત નિમિત્તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત માણસમાં સાંજથી ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજે બીજા નોરતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેમના વતન માણસામાં માતાજીના દર્શન કરી ઉતારી આરતી

આ પણ વાંચો: અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું ઉદ્દઘાટન કરી મુખ્યપ્રધાન સાથે માણી ચા

અમિત શાહ દ્વારા દર વર્ષે નવરાત્રિમાં બીજા નોરતે માતાજીની આરતી કરવા તેમના વતન આવે છે

અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રિના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે. આ વખતે પણ તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માણસાના લોકો આરતીમાં જોડાયા હતા. તેમની સાથે તેમના પુત્ર જય શાહ અને પરિવારના અન્ય સભ્યો પણ આરતીમાં સામેલ થયા હતા. રાજકીય કારકિર્દીમાં હંમેશા અગ્રેસર રહેલા અમિત શાહને પહેલાથી જ માણસાના આ મંદિર પર મોટી આસ્થા છે. જેથી તેમને માતાજીના મંદિરમાં પોતાનું શિશ ઝુકાવ્યું હતું.

આ પણ વાંચો: પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક

એક કલાક સુધી માતાજીની પૂજા આરતી કરી

અમિત શાહે તેમના દીકરા જય શાહ સાથે પહેલા પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ આરતી ઉતારી હતી. આ પહેલા તેઓ માણસ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના હતા પરંતુ એ પહેલા તેમને બહુચર ચોકમાં જઈ માતાજીની પૂજા આરાધના કરી હતી. એક કલાક સુધી માતાજીની પૂજા આરતી અમિત શાહે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details