અમદાવાદ: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2022-23નું બજેટ (AMC School Board Budget 2022-23) રજૂ કરાયું હતુ. આ બજેટકુલ 893 કરોડનું છે. 2 દિવસ અગાઉ 887 કરોડનો બજેટનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 06 કરોડનો વધારો કરાયો છે. બજેટમાં 08 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ (English Medium Schools In Ahmedabad) શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
05 હજાર ગરીબ બાળકોને અભ્યાસ માટે સ્માર્ટફોન
માર્ચ-એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટફોન આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23ના અંદાજપત્રને મંજૂર કરવા માટે મળેલી બેઠકમાં 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટફોન (Smartphones for poor children In AMC Schools) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે સ્કૂલ બોર્ડ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓનલાઇન અભ્યાસ (Online Study In AMC Schools) માટે ફોન ખરીદી શકતા નથી તેવા વિધાર્થીઓને લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટફોન આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Congress Corporators Resigned : AMCના વિપક્ષ નેતાનું નામ નક્કી થવાના આરે જ સર્જાયું ઘમાસાણ, 10 કોંગ્રેસ કોર્પોરેટરનું રાજીનામું
હાલ 85 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવે છે
સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું કે, કોરોના (Corona In Ahmedabad)ના કારણે ફરી શાળાઓમાં શિક્ષણ બંધ થતા હાલ 85 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણનો જે વિધાર્થીઓ લાભ લઇ શકતા નથી તેવા 5 હજાર વિધાર્થીઓ આઇડેન્ટિફાઈ કરાયા છે. હાલ પ્રાયોગિક ધોરણે આ 5 હજાર વિધાર્થીઓ નક્કી કરાયા છે. આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ધ્યાને આવશે તો તેઓને પણ સ્માર્ટફોન આપવામાં આવશે.
બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધારવા કવાયત
મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કે આગામી સમયમાં અમદાવાદમાં ઓલિમ્પિક (Olympic in Ahmedabad) યોજવા અંગેના પણ આયોજનો થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલબોર્ડનું બાળક આગામી સમયમાં સ્પોર્ટ્સમાં પાછળ ન રહે તે માટે 'ખેલશે અમદાવાદ' અંતર્ગત વિધાર્થીઓને રમતો અંગે કોચિંગ સ્કૂલ બોર્ડની શાળાઓ (Sports Couching In AMC Schools)માં મળે તે માટે 25 લાખની જોગવાઈ, તેમજ સ્કૂલબોર્ડ દ્વારા 4 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું પણ આયોજન કરાયું છે.
આ પણ વાંચો:Organ Donation in Ahmedabad : દર્દીએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી