ગુજરાત

gujarat

ETV Bharat / city

દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ - રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ

ઇમર્જન્સીમાં દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી સરકાર(State Government) તરફથી એર એમ્બ્યુલન્સ(Air ambulance) શરૂ કરવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને ઇમર્જન્સી વખતે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે જડપીથી ખસેડી શકાશે.

દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ
દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ

By

Published : Nov 15, 2021, 11:03 PM IST

  • એર એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદ દર્દીઓને સુવિધા અપાશે
  • હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સહિતની મેડિકલ ઇમર્જન્સીમાં આવી શકે છે કામ
  • 108ની નોંધણીને આધારે સરકાર પાસે મંજૂરી લેવામાં આવશે

ગાંધીનગર : જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ(Vibrant Summit) યોજાવા જઇ રહી છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટમાં સરકાર અને જીવીકે(GVK) વચ્ચે એર એમ્બ્યુલન્સ(Air ambulance) લઈને એમઓયુ(MOU) કરવામાં આવશે. જેથી એવા Patient કે જેમને ઇમર્જન્સીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart transplant in an emergency) કરવાનું હોય છે તેમ જ આ પ્રકારના અન્ય patients ઇમર્જન્સીમાં આ સુવિધાનો લાભ મળશે.(facility will be available in case of emergency)

108ની નોંધણીને આધારે સરકાર પાસે મંજૂરી લેવામાં આવશે

એર એમ્બ્યુલન્સમાં રાજ્ય સરકારના જુના એરક્રાફ્ટ B2100નો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. B2100નો એરક્રાફ્ટ માટે ઉપયોગ થઈ શકે એ માટે dgca પાસે પરમિશન માગવામાં આવી છે. જેવી રીતે 108માં ઇમર્જન્સીમાં સુવિધા મળે છે તેવી જ રીતે એર એમ્બ્યુલન્સથી જરૂરિયાતમંદ દર્દીઓને કેટલાક નિયમો આધીન આ સુવિધા મળી શકે છે. જેમાં દર્દીઓ પાસેથી ઓપરેટિંગ ખર્ચ લેવામાં આવશે. જોકે એમ્બ્યુલન્સની સેવાને લઈને આ દર્દીઓને 108માં નોંધણી કરાવવી ફરજીયાત રહેશે. 108ની નોંધણીને આધારે સરકાર પાસે મંજૂરી લેવામાં આવશે. ત્યારબાદ તેમણે આ સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો :સુરત: અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી

આ પણ વાંચો : બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો

ABOUT THE AUTHOR

...view details