- વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કર્યું
- ગાંધીનગર અને અમદાવાદને મેટ્રો થકી કનેક્ટિવિટી અપાશે
- વર્ષ 2024 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા
અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે : મેટ્રો MD અમિત ગુપ્તા - વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત
વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું. આ સાથે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 5380 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-2નું ખાતમૂહુર્ત કર્યું હતું. જ્યારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે. કુલ 5380 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું પરિવહન પણ વધુ સરળ બની જશે.
ફેઝ-1ની બાકીની 33.33 કિ.મી.ની કામગિરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરાશે
અમદાવાદ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે. જેમાં 6.5 કિલોમીટરની એક લાઈન માર્ચ 2019 અગાઉ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે, બાકીની 33.33 કિલોમીટરની કામગિરી હાલમાં ચાલી રહી છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.