ગાંધીનગરઃ રાજ્યમાં દિવસેને દિવસે CNG ગેસના ભાવમાં (CNG gas price hike) સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના રિક્ષાચાલકોએ રિક્ષાની હડતાળ અને આંદોલનની ચીમકી આપી હતી. આ તમામની વચ્ચે આજે (બુધવારે) ગાંધીનગરમાં અમદાવાદ ઑટો રિક્ષા એસોસિએશનના (Ahmedabad Auto Rickshaw Association) અગ્રણીઓએ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથે બેઠક (State Transport Minister Purnesh Modi) યોજી હતી. આ બેઠક પછી રિક્ષાના મિનિમમ ભાડામાં (Rickshaw fare hike) વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.
આ પણ વાંચોઃEx Soldiers Rally in Gandhinagar : સીએમે રસ્તો બદલી નાંખવો પડયો, હવે બેઠક માટે નક્કી થયું છે આવું
કેટલો વધારો કરાયો -ઑટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને (Ahmedabad Auto Rickshaw Association) આજે પોતાના પ્રશ્નો અને વિવિધ માગ રાજ્ય પ્રધાન સમક્ષ મૂકી હતી. જોકે, આ બેઠક પછી રિક્ષાનું મિનિમમ ભાડું કે, જે હાલ 1.2 કિલોમીટરના 18 રૂપિયા છે. તે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું વધારીને હવે 15 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે ઑટો રિક્ષાચાલકોની માગ હતી કે, 18 રૂપિયાના 30 રૂપિયા કરવામાં આવે અને પ્રતિ કિલોમીટરનું ભાડું વધારીને 15 કરવામાં આવે છે, જેમાં ફક્ત પ્રતિ કિલોમીટર ભાડું કેટલું 15 કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.