ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં અનાજનો પૂરતો જથ્થો, શાકભાજીની પૂરતી આવક: અશ્વિનીકુમાર - પુરવઠો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગરીબ પરિવારોને રેશનિંગની દુકાનેથી મફતમાં વસ્તુઓ આપવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં પુરવઠાનો પૂરતો જથ્થો છે

રાજ્યમાં અનાજનો પૂરતો જથ્થો, શાકભાજીની પૂરતી આવક : અશ્વિનીકુમાર
રાજ્યમાં અનાજનો પૂરતો જથ્થો, શાકભાજીની પૂરતી આવક : અશ્વિનીકુમાર

By

Published : Apr 1, 2020, 3:50 PM IST

ગાંધીનગર : સમગ્ર દેશને કોરોનાવાયરસથી બચાવવા માટે આજે lock downનો આઠમો દિવસ છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગરીબ પરિવારોને રેશનિંગની દુકાનેથી મફતમાં વસ્તુઓ આપવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં પુરવઠાનો પૂરતો જથ્થો છે. ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, દાળ જેવી અગત્યની ચીજવસ્તુઓ આજથી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે જેમાં રાજ્યના 66 લાખ જેટલા પરિવારોને ફાયદો થશે. જ્યારે આજે અમુક રેશનિંગની દુકાનો ઉપર બાયોમેટ્રિકની પણ માગ કરવામાં આવી હતી કે જેને લઇને અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે જે વ્યક્તિને બાયોમેટ્રિક આપી છે તે આપી શકશે પરંતુ બાયોમેટ્રિક આ પરિસ્થિતિમાં ફરજિયાત નથી.

રાજ્યમાં અનાજનો પૂરતો જથ્થો, શાકભાજીની પૂરતી આવક: અશ્વિનીકુમાર
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે આજથી સસ્તા અનાજની દુકાન ઉપર ગરીબોના પરિવારજનોને મફતમાં રેશન આપવાનો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યની કુલ ૧૭ હજાર જેટલી રેશનકાર્ડની દુકાન ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકોને ખાદ્યસામગ્રીનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં ઘઉં ચોખા ખાંડ મીઠું અને દાળનો પૂરતો જથ્થો છે. જ્યારે બજારમાંથી એવી પણ ફરિયાદો આવી રહી છે કે સીંગતેલની અછત દેખાઈ રહી છે. બજારમાં સીંગતેલ નહીં હોવાની ફરિયાદ છે તો આ બાબતે પણ રાજ્ય સરકારે વિચાર વિચારણા શરૂ કરી છે જ્યારે આજે પ્રથમ દિવસે જ રેશનિંગની દુકાનો ઉપર હજારોની સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થયા હતાં.કેટલા વાગે કેટલું ટ્રાન્જેક્શન..
  • સવારે 8 થી 9 - 60,000 ટ્રાન્જેક્શન
  • 9 થી 10 - 90,000 ટ્રાન્જેક્શન
  • 10 થી 11-84,000 ટ્રાન્જેક્શન
  • 11 થી 12 - 88000 ટ્રાન્જેક્શન
  • 12 થી 1- 84,000 ટ્રાન્જેક્શન
  • 1 થી 2 - 67,000 ટ્રાન્જેક્શન

આ ઉપરાંત આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે ક્યાંય પણ અવ્યવસ્થા ન સર્જાય. આ સાથે જ રાજ્ય સરકારે કરેલી કામગીરીના પગલે રાજ્યના 50 ટકાથી વધુ વસ્તીને સસ્તું અનાજ મળશે

જ્યારે શાકભાજીની વિગત આપતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ગઈ કાલે 1,04,333 મેટ્રિક ટન શાકભાજીની આવક થઈ હતી , જેમાં 25,311, 8500 ડુંગળી અને 41,315 મેટ્રિક ટન લીલી શાકભાજીની આવક થઈ હતી. જ્યારે ફળોની પણ પૂરતા પ્રમાણમાં પણ આવક થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય અને 24 કલાકની અંદર 792 જેટલી ફરિયાદ મળી હતી જ્યારે લોકડાઉન પિરિયડમાં અત્યાર સુધી 2353 જેટલી ફરિયાદો મળી છે. જ્યારે જિલ્લા લેવલે પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 487 ફરિયાદો મળી છે અને 8 દિવસમાં કુલ 9342 ફરિયાદો મળી છે. જ્યારે રાજ્ય સરકારે ગઈકાલે કુલ 22,35,000 ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details