ગુજરાત

gujarat

ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવાની માગ સાથે આચાર્ય હરીદાસ ઉપવાસ પર બેઠા

By

Published : Aug 6, 2021, 1:33 PM IST

ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ (national kamdhenu) જાહેર કરવાની માગ સાથે આચાર્ય હરિદાસ બાપુએ કરી છે. જ્યાં સુધી રાષ્ટ્રીય કામધેનુ ગૌ માતાને જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે. છેલ્લા પાંચ દિવસથી તેઓ ઉપવાસ પર સેક્ટર 17 ખાતેના રોકડીયા હનુમાનજી મંદિરમાં બેઠા છે. આ માટે અન્ય સાધુ-સંતો એ પણ તેમનો સાથ આપ્યો છે.

ગૌ માતા
ગૌ માતા

  • 5 દિવસથી ઉપવાસ પર બેઠા
  • ગાંધીનગર સેક્ટર 7 ખાતે ઉપવાસ પર બેઠા
  • જ્યા સુધી આ માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે

ગાંધીનગર: ગૌમાતાને કતલખાને મોકલવામાં આવી હોય તેવી અનેક વાર ઘટના સામે આવી છે. ત્યારે ગૌમાતાના રક્ષણ માટે મૂળ બનાસકાંઠાના આચાર્ય હરિદાસ બાપુ ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા છે તેમને ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ (national kamdhenu) જાહેર કરવાની માગ કરી છે. તેમની હઠ એવી છે કે જ્યાં સુધી આ માગ પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ પર રહેશે.

જે લોકો ગૌહત્યા કરે છે કે ગાયને મારે કે કાપે છે તેમને ફાંસીની સજા આપવી જોઈએ

આચાર્ય હરીદાર બાપુએ કહ્યું, ઉપવાસ પર બેસવાની મારી એક જ માગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવામાં આવે જ્યાં સુધી આ મારી માગ પુરી નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ ગમે તેટલા દિવસ થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. જે લોકો ગૌ હત્યા કરે છે કે ગાય માતાને મારીને કાપે છે તે તમામને ફાંસી થવી જોઈએ. ગૌ હત્યાના રક્ષણ માટે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવી જેના કારણે જેઓ ગાયનો સારી રીતે રક્ષણ કરી શકે તેમજ ગાયની સારસંભાળ રાખી શકે. તે પ્રકારની પણ માગ પણ તેમને સરકાર સમક્ષ મૂકી છે. આ પ્રકારની માંગણી સાથે તેમને ઉપવાસ ચાલુ રાખ્યા છે.

આ પણ વાંચો:કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય : રાજ્ય સરકાર

PMOમાં અને રાજ્યપાલને રજૂઆત કરી, સરકારે ઉપવાસ તોડવા માટે કહ્યું

તેમણે વધુમાં કહ્યું કે, ગાય માતાને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવામાં આવે તેને લઈને અમે પીએમઓમાં પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્યપાલને પણ રૂબરૂ જઇને રજૂઆત કરી છે. ઉપવાસ પર બેઠા હોવાથી સરકાર તરફથી બે વાર કહેવામાં આવ્યું છે કે તમારો ઉપવાસ બંધ તોડી નાખો અને તમને સી.એમ. ને મળવા લઇ જઈએ પરંતુ જ્યાં સુધી મારી માગ પૂરી ના થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ કેમકે બની શકે છે કે હું ઉપવાસ તોડું અને ફરીથી આ માગ સ્વીકારવામાં ના પણ આવી શકે. જેથી મારા ઉપવાસને પાંચ દિવસ થઈ ગયા છે આ ઉપવાસ આગામી દિવસોમાં પણ મારી માગ પુરી ના થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે.

આ પણ વાંચો:જામનગરના ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્ન કર્યા

ABOUT THE AUTHOR

...view details