- ઘટના આચરવા માટે રેકી કરવામાં આવી હતી
- કાર્તિક કોષ્ટી અને દિનેશ શ્રીકાલની ધરપકડ કરાઈ
- અમન વોન્ટેડ છે, જેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઇ
ગાંધીનગર: વોશિંગ પાઉડર વેચવાના બહાને મંગળવારે અમદાવાદમાં રહેતા કાર્તિક કોષ્ટી અને દિનેશ શ્રીકાર સેક્ટર-ૃ1 c ખાતે આવેલા પ્લોટ નંબર 477/1માં ગયા હતા, જ્યાં વૃદ્ધ મહિલા કિરણબેન એકલા હતા. મહિલાએ પાવડર લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી આ બેમાંથી એકએ મહિલાને પાણી લાવવા માટે કહ્યું હતું. જેથી મહિલા બારણું ખુલ્લું રાખી રસોડામાં પાણી લેવા ગયા હતા. તેમજ આ શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા પર છરી વડે હુમલો (Attack with a knife) કર્યો હતો. મહિલાએ બન્ને હાથે છરી પકડી રાખતા વૃદ્ધ મહિલાના હાથમાં ઈજા પહોંચી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા બન્ને નાસી છૂટ્યા હતા અને મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે બન્નેને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયા છે.
આ પણ વાંચો: ગાંધીનગરના સેક્ટર 1માં વોશિંગ પાઉડર વેચવા આવેલા શખ્સોએ કર્યો વૃદ્ધા પર છરી વડે કર્યો હૂમલો
દેવું થઈ જતા કાર્તિક અને દિનેશે લૂંટનો પ્લાન બનાવ્યો હતો
કાર્તિક રાજારામ કોષ્ટી અને દિનેશ જે સાળા બનેવી છે. જેમને દેવું થઈ જતાં લૂંટ (robbery) નો આ પ્લાન બનાવ્યો હતો. જેમાં અમદાવાદ વટવાના અમનનું નામ પણ સામેલ છે. જે વોશિંગ પાવડર વેચાણ કરતો હતો. આ ત્રણેય મળીને એક પ્લાન બનાવ્યો હતો. જે માટે તેમને ગાંધીનગર સેક્ટર- 1માં રેકી કરી હતી. મહિલા મકાનમાં એકલી હોય છે અને પૈસાદાર પણ છે, જેથી આ પ્લાન બનાવ્યો હતો.