- પરણિત અને એક દીકરીનો પિતા છે આરોપી વિજય ઠાકોર
- પોર્ન ફિલ્મો જોયા બાદ વિકૃત બની જતો હતો આ સાયકો
- બાળકીઓને ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરતો હતો
ગાંધીનગર : પોર્ન ફિલ્મો જોયા બાદ વિકૃત સાયકો દુષ્કર્મી ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર, કલોલના વાંસજડા ગામનો રહેવાસી છે. આરોપી બાળકીઓનું અપહરણ કરતો હતો. પોતે પરણિત છે અને એક બાળકીનો પિતા પણ છે. દેશી દારૂ પીવાની લત અને પોર્ન ફિલ્મો જોવાની આદતના કારણે તે એટલી હદ સુધી વિકૃત બન્યો હતો કે 3 વર્ષથી લઇ 7 વર્ષ સુધીની 3 બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. ગાંધીનગર પોલીસ ( Gandhinagar Police ) અને એલસીબીએ ગઈ કાલે વિજય પોપટજીની અટક કરી છે. આરોપી હાલ રિમાન્ડ પર હોવાથી ખૂન અને દુષ્કર્મના ગુનાઓ બાબતે વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
દિવાળી સમયે બાળકીઓ પર દુષ્કર્મ કર્યાના 3 બનાવો બન્યાં હતાં
રેન્જ આઇ.જી. અભય ચૂડાસમાએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ દિવાળીમાં 3 બનાવો બન્યા હતાં. નાની ઉંમરની બાળકીઓ પર દુષ્કર્મના આ બનાવોનો એક જ આરોપી ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર સાયકો છે. સર્વપ્રથમ એક બાળકી કેનાલ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી. જેના પર બળાત્કાર થયો હતો. ત્યાર બાદ અન્ય એક બાળકીની ગુમ થયાની ફરિયાદ આવી હતી. જેથી પોલીસે સઘન તપાસ હાથ ધરતા શંકાસ્પદ આરોપી વિજય પીપોટજી પકડાયો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ તપાસમાં ( Gandhinagar Police ) આ આરોપીએ ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે.
બાળકીને લાલચ આપી પરિવારથી દુર કરી તેના પર દુષ્કર્મ કરતો હતો
4 નવેમ્બરના રોજ રાંચરડા ગામની સીમમાં પાંચ વર્ષની બાળકીને કોઈ અજાણ્યા ઇસમે ઘરની ઓરડી પાસેથી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરી રાંચરડાથી બાવળા જતા રોડ પર ધોળકા કેનાલ નજીક છોડી દીધી હતી. જેથી આ અંગેની ફરિયાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ( Gandhinagar Police ) સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તપાસ હાથ ધરતા ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર ઝડપાયો હતો. તેણેે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી.