- 6 ગુજરાતીઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાશે
- ત્યાંના મુખ્યપ્રધાન સાથે ભુપેન્દ્ર પટેલે સંપર્ક કર્યો
- 50 જેટલા ગુજરાતીઓએ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો
ગાંધીનગર: ઉત્તરાખંડમાં મેઘતાંડવાના કારણે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. ગુજરાત સરકાર વતી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી. કોઈપણ ગુજરાતીને કોઈ તકલીફ ના થાય અને તમામ સુરક્ષિત રહે તે પ્રકારની ટેલિફોનિક વાત તેમણે કરી હતી. આ ઉપરાંત ડિઝાસ્ટર સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 30 થી 50 જેટલા ગુજરાતીઓએ સંપર્ક પણ કર્યો છે.
ગુજરાતના 80 થી 100 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા આ પણ વાંચો: કારગિલની ફાતિમા બાનો 'લદ્દાખ રેસિડેન્ટ સર્ટિફિકેટ' મેળવનાર પ્રથમ મહિલા બની
કોઈપણ ગુજરાતી ભાઈઓ, બહેનો કે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેવી સૂચના અપાઈ
આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન એવા રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મીડિયાના માધ્યમથી તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને હું આસ્વસ્થ કરવા માગું છું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે, કોઈપણ ગુજરાતી ભાઈઓ, બહેનો કે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે અને તમામ પ્રકારની મદદ મળી રહે તેની સૂચના સીધી રીતે આપી છે. તંત્ર દ્વારા અમે પણ તેમને સૂચના આપી છે. ત્યાંના કલેક્ટર, ત્યાંના પોલીસ વિભાગના વડા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને ગુજરાતના આપણા તમામ અધિકારીઓ ત્યાં સંપર્ક કરી રહ્યા છે. મેં પણ સીધી વાત ત્યાંના યાત્રાળુઓને કરી છે. ગુજરાતમાં 80 થી 100 જેટલા લોકોનો આંકડો મળી રહ્યો છે.
ગુજરાતના 80 થી 100 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા આ પણ વાંચો: ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા
6 જેટલા ગુજરાતીઓ ફસાયા, તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાશે
6 જેટલા ગુજરાતીઓ કેદારનાથમાં ફસાયા છે તેઓ ત્યાં છે. તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાશે. તેમની પણ વ્યવસ્થા રહેવાની કરવામાં આવી છે. ત્યાં મુશ્કેલી એટલી જ છે કે ત્યાં હવામાન અનુકુળ નથી. ત્યાં બરફનું તોફાન હોવાથી ત્યાં જ તેમને રોકવામાં આવ્યા છે. જરૂર પડતા અને રોફણ શાંત રહેતા તેમને લાવવામાં આવશે. ગુજરાત સરકાર સીધો સંપર્ક ઉતરાખંડના તંત્ર સાથે રાખી રહ્યો છે. વરસાદની ગતિ મંદ પડી જશે તો મોડી રાત સુધી અથવા કાલ સુધીમાં શ્રદ્ધાળુઓને પાછા લાવવામાં આવશે અને તેમને રોકાવું હોય તો તેઓ રોકાઈ પણ શકે છે તેવું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
ગુજરાતના 80 થી 100 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા ભાઈઓ- બહેનો અને તમારા પરિવારનો જ નિવેદન કરું છું કે, ચિંતા ન કરો તમામ સેફ છે: રાજેન્દ્ર ત્રિવેદી
રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને વધુમાં કહ્યું કે, જ્યાં લોકો રોકાયેલા છે. ત્યાં મોટાભાગના લોકો ક્યાં છે, સરકારે તેની પણ ચિંતા કરી છે અને ત્યાં વ્યવસ્થા તેમના માટે કરી છે. તેમની જમવા અને પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ હેલ્પની વ્યવસ્થા તાત્કાલિક પહોંચાડવા માટે સૂચના અપાઇ છે. તંત્ર એના માટે આપણને કોપરેટ કરી રહ્યું છે. હું મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભાઈઓ- બહેનો અને તમારા પરિવારનો જ નિવેદન કરું છું કે, ચિંતા ન કરો તમામ સેફ છે.