- ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં 'આપ'એ મેળવ્યા 17 ટકા વોટ
- ગોપાલ ઇટાલિયાએ કહ્યું- હવે 17 ટકાથી 97 ટકા સુધી જવાનો ટાર્ગેટ
- GMCની ચૂંટણીમાં નાગરિકોના જનમતને અમે સ્વીકારીએ છીએ: 'આપ' પ્રદેશ અધ્યક્ષ
ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશન ચુંટણી (Gandhinagar Municipal Corporation Election)માં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. 39 જેટલી સીટ પર 11 વોર્ડમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ તેના ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ જે પ્રકારની અપેક્ષા હતી તે મુજબ આમ આદમી પાર્ટી જીત મેળવી શકી નહોતી. આમ આદમી પાર્ટીએ ફક્ત એક સીટ પર જીત મેળવી હતી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગરમાં આપ ચૂંટણી લડ્યું હતું અને 1 સીટ અને 17 ટકા મત મેળવ્યા છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસ કરતા વધુ પ્રચાર કર્યો હતો
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના આ ત્રિપાંખીયા જંગમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ભાગ લીધો હતો, પરંતુ જે પ્રકારની અપેક્ષાઓ જુદા જુદા વોર્ડને લઈને જોવામાં આવી રહી હતી તે મુજબ જીત મળી નહોતી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ કરતા સૌથી વધુ પ્રચાર કર્યો હતો, પરંતુ 44 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી તરફથી ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી.
ભાજપ અને કોંગ્રેસ માટે આપ હાર્યું, પરંતુ અમે જીત્યા: ગોપાલ ઇટાલિયા