- હાઇકોર્ટમાં પરમિશન લઇ ધરણા પર ઉતરશે
- ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કરવામાં આવી 5 માગ
- અગાઉ 30 ઓગસ્ટના રોજ ગૌ ભક્તોની અટકાયત કરાઈ હતી
ગાંધીનગર : ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા 30 ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી તેમજ અન્ય જગ્યાઓએ ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગના હેતુસર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જુદી જુદી જગ્યાએ 250થી 300 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે હેતુથી ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિના કન્વીનરો ભેગા થયા હતા અને તેઓએ આગામી સમયમાં હાઇકોર્ટમાં પરમિશન લઇ ગાંધીનગરમાં આંદોલન કરવા નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : Drugs case: અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ED સમક્ષ હાજર રહી
રાજ્ય સરકાર સામે આ પાંચ માંગણીઓ મૂકવામાં આવી
ગૌ ભક્ત અને આ સંસ્થાના કન્વીનર તરુણ આહિરે કહ્યું કે, "અમારી આ પાંચ પ્રકારની માંગણી છે. ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, ગુજરાત સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારને સમર્થન આપે, ગુજરાતમાં રસ્તે રખડતા ગૌ ધનની સરકાર યોગ્ય વ્યવસ્થા કરી ગાય અને ગૌ વંશની હત્યા અને તસ્કરી સામેના કાયદાઓની સરકાર કડક અમલવારી કરાવે, દિલ્હી જંતર મંતર પર ગૌ માતા માટે અનિશ્ચિત સમય સુધી ધરણા પર બેઠેલા આહીર અર્જુનભાઈ આંબલીયાના યોગ્ય પારણા કરાવવામાં આવે. આ માંગ સરકાર સમક્ષ અમે મૂકી રહ્યા છીએ જેને લઈને આગામી સમયમાં પરમિશન સાથે ગાંધીચીંધ્યા માર્ગે ધરણાં કરીશું".