- દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સ
- સમગ્ર દેશમાં 8 જાન્યુઆરી કોરોના રસી માટે ડ્રાય રન યોજાશે
- અન્ય દેશો કરતાં આપણાં દેશમાં કોરોનાનો રીકવરી રેટ 96.35 મૃત્યુદર 1.45 જેટલો ઓછો
- ૨૪૮ તાલુકાઓમાં તાલુકાદીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે ટ્રાયલ રન
ગાંધીનગર : દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઇરસ સંદર્ભે નાગરિકોને ટુંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષિત કરવા માટે વિવિધ રાજ્યના આરોગ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જાન્યુઆરીએયોજાનારા ડ્રાય રનના આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ.હર્ષવર્ધને વીડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.
કેટલા કેસ થયા, રિકવરી રેટ અને મૃત્યુનો આંક
સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં 1 કરોડ 3 લાખ 95 હજાર 278 કેસ થયા છે. તે પૈકી 1 કરોડ 16 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ 96.5 % અને મૃત્ત્યુદર 1.45 % જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં ટુંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થનાર છે.
ગુજરાતમાં કેવું રહેશે આયોજન
નાયબ મુખયપ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે. તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વીપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે. રાજ્યના 33 જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાય રન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાય રનનું આયોજન કરવા જણાવાયું હતું. તે સંદર્ભે ગુજરાતે આગળ વધીને રાજ્યના 246 તાલુકાઓ અને 26 ઝોનમાં તાલુકા/ઝોન દીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન 8 જાન્યુઆરીએ યોજવામાં આવશે.
અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઓફલાઇન કામગીરી થશે
નીતિન પટેલે કેન્દ્રીય પ્રધાનને રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટીવીટી નહીં મળવાના પ્રશ્નો ઉદભવે છે. તેવા સંજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સંજોગોમાં ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારુ પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી 1000 લોકોને આપવા માટેનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ 300 નાગરિકોને આ રસી આપવામાં આવી છે.