- રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ કરાઈ
- 75 નવી એમ્બ્યુલન્સ માટે ઓર્ડર કરાયો
- કોરોનાની બીજી લહેરમાં 150 વધારવામાં આવી હતી
- 200 જેટલી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, મોનીટર મુકાયા
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે 25 નવી 108 એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરાયું હતું. કોરોના મહામારીમાં આ પહેલા એપ્રિલ મહિનામાં 150 જેટલી 108 સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, અત્યારે 800 એમ્બ્યુલન્સ કરાઈ છે. ખાસ કરીને કોરોનાના સમયે 108 એમ્બ્યુલન્સ ઘણી કારગત સાબિત થઈ શકે છે. આ ઉપરાંત પણ દર્દીઓ માટે ઘણા રાહતના સમાચાર છે. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલયથી આ 108 જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી હતી.
કોરોના મહામારીમાં એપ્રિલ મહિનામાં 150 જેટલી 108 સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
આ પહેલા કોરોના મહામારીમાં આ પહેલા એપ્રિલ મહિનામાં 150 જેટલી 108 સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં કહ્યું કે, અત્યારે 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવાઈ છે. દર વર્ષે 108 વધારવાનું કામ થયું છે, 20 મિનિટ જેટલા સમયમાં પહોંચે તે પ્રકારનું નેટવર્ક ઉભુ કર્યું છે. અન્ય 75 જેટલી એમ્બ્યુલન્સ પણ 3 મહિનામાં ઉમેરાશે. એટલે ટોટલ 875 જેટલી એમ્બ્યુલન્સ રાજ્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Board exam cancelled : ટાઈમટેબલ જાહેર કર્યાના 20 કલાકમાં જ ધોરણ 12ની પરીક્ષા રદ
WHOના ધોરણ પ્રમાણે દર 1 લાખની વસતીએ એક 108 એમ્બ્યુલન્સ હોવી જોઈએ
WHOના ધોરણ પ્રમાણે દર 1 લાખની વસતીએ એક 108 એમ્બ્યુલન્સ હોવી જોઈએ જેથી અત્યારે ગુજરાતમાં 6.5 કરોડ વસ્તીની સરખામણીએ 650, 108 એમ્બ્યુલન્સ હોવી જોઈએ તેના બદલે 800 એમ્બ્યુલન્સ છે. 200 જેટલી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, મોનીટર મુકાયા છે. આ રીતે 108 લગભગ બીજા રાજ્યમાં ઓછા પ્રમાણમાં ચાલે છે. અત્યાર સુધીમાં 108 દ્વારા અત્યાર સુધી 1 કરોડ 22 લાખથી વધુ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. કોરોના દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે 2 લાખ 15 હજાર કરતાં વધુ દર્દીને પહોચાડાયા છે. 10 લાખથી વધુની જિંદગી 108 દ્વારા બચાવાઈ છે.
જયંતી રવિની ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિમણૂક થઈ
જયંતી રવિ કે જેઓ ગુજરાતમાં અગ્રસચિવ છે અને હવે તેઓની નિમણુક તમિલનાડુમાં થઈ છે. મીડિયાએ પૂછેલા સવાલના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, ઓરોવિલા ફાઉન્ડેશનમાં તેમની ceo તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે 3થી 4 મહિના પહેલાં મને પૂછેલું, જેથી મેં તેમને કહેલું તમને ગમતું હોય તો તમે માગણી કરી શકો છો. ભારત સરકારે તેમની અરજી માન્ય રાખી. ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. મુખ્યપ્રધાન નક્કી કરશે તેમના સ્થાને કોને ચાર્જ આપવો.
25 નવી 108 એમ્બ્યુલન્સ સામેલ કરાઈ, રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ કરાઈ - નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે જીવરાજ મહેતા ભવન ખાતે 25 નવી 108 એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરી જિલ્લાઓમાં સામેલ કરાઈ હતી.
25 નવી 108 એમ્બ્યુલન્સ સામેલ કરાઈ, રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ કરાઈ