ગાંધીનગરઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 371 કેસ નોંધાયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 24 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 12,910 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે.
રાજ્યમાં કોરોનાથી કુલ 773નાં મોત, 24 કલાકમાં 371 કેસ, 24 મોત, 269 ડિસ્ચાર્જ - ETVBharatGujarat
ગુજરાતમાં કોરોના કેસ અને કોરોનાથી થતાં મોતનો આંકડો આજે પણ ખૂબ વધીને આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં આ મહામારીએ રાજ્યમાં 24 નાગરિકનો ભોગ લીધો છે. સાથે 371 નવા કેસ પણ નોંધાયાં છે.
જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી 269 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 233, વડોદરામાં 24, સૂરતમાં 34, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહીસાગર 9, અરવલ્લી 7, ગીર સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર, સાબરકાંઠા, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં 3-3 કેસ સામે આવ્યાં છે. નર્મદા 2, જૂનાગઢ 2, પંચમહાલ, ખેડા અને પાટણમાં 1-1 કેસ સામે આવ્યાં છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 12539 પર પહોંચ્યો છે જેમાં માત્ર અમદાવાદના જ 9449 કેસ થાય છે.