- ગાંધીનગરમાં ચ ઝીરો સર્કલ પાસે કારચાલકે એક્ટિવાને મારી ટક્કર
- કારની ટક્કરથી એક્ટિવા પર જતા માતાપુત્રીને ટક્કર મારતા બંનેનું મોત
- માતા અને બહેન સાથે એક્ટિવા પર જતો નાનો બાળક બચી ગયો
- મૃતક યુવતી યુપીએસસી (UPSC)ની તૈયારી કરતી હતી
- કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો
- યુવતી માતા અને ભાઈ સાથે UPSCનું મટિરિયલ લેવા ગાંધીનગર ગઈ હતી
ગાંધીનાગરઃ શહેરમાં ચ ઝીરો સર્કલથી ધોળાકુવા પાસે એક કારચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા પર જતા માતાપુત્રીનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં નાનો બાળક છે, જે બચી ગયો છે, પરંતુ હવે તે બાળક અનાથ બન્યો છે. કારણ કે, એક્ટિવા પર જતી યુવતીના પિતાનું એક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. તેમના અવસાન પછી માતા અને બહેનનું મોત થતા આ બાળક અનાથ થયો છે.
આ પણ વાંચો-જૂનાગઢ મેંદરડા ધોરીમાર્ગ કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
અકસ્માત થતાં જ કારચાલક ઘટનાસ્થળેથી ભાગ્યો
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં શાહીબાગ ગણપત સોસાયટી વિસ્તારમાં રહેતા યોગિનીબેન ત્રિવેદી તેમની દિકરી જૈમિની અને પુત્ર રાહુલ સાથે એક્ટિવા લઈને તેમના સંબંધીને ઘરે ગાંધીનગર આવ્યા હતા. ત્યારે જ કારચાલકે એક્ટિવા પરથી તેમને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઈન્ફોસિટી પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.