- મોડસ ઓપરેન્ડીથી એક જ ચાલક પાસે 60 હજાર પડાવ્યાં
- પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
- દેશીદારૂના ગુનાઓ, ચેન સ્નેચિંગ, મારામારીમાં પણ સપડાયેલા છે ગુનેગારો
ગાંધીનગર : એએસઆઈ અમૃતભાઈ તેમજ આશિષકુમાર ધીરુભાઈએ બાતમીના આધારે આ ટોળકીને અન્નપૂર્ણા સર્કલ પાસે વોચ રાખી પકડી પાડી હતી. પાંચ આરોપીઓ મોડસ ઓપરેન્ડીથી ટુ વ્હીલર પર જતા લોકોને સાઈડમાં કરી ધાકધમકી આપી પૈસા પડાવતાં હતાં. આ આરોપીઓ આ પહેલાં પણ દેશીદારૂના ગુનાઓ, ચેન સ્નેચિંગ, મારામારી તેમજ પાસા સહિતના ગુનામાં સંડોવાયેલા હતાં.
આ પણ વાંચોઃ ભૂજિયા ડુંગરે ફોટોગ્રાફી માટે ગયેલા યુવકો પાસેથી 40 હજાર રૂપિયાનો કેમેરા લૂંટી 2 શખ્સો ફરાર
આ ટોળકીને પકડવા માટે પીઆઈ એ અલગ અલગ ટીમો બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં તેમને ટેકનિકલ સર્વેલન્સથી લૂંટ કરતું નંબર વગરનું જ્યુપિટર તેમજ તેની સાથે એક સીએનજી રીક્ષા ઝડપી હતી. અન્નપૂર્ણા સર્કલ થઈ પસાર થતા આ ટોળકીને પકડી પાડી હતી. પોલીસે બાતમીના આધારે વોચ રાખી જ્યૂપિટર તેમજ રીક્ષા કોર્ડન કરી રોક્યાં હતાં. ઇસમોને વિશ્વાસમાં લઇ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું. 17 મેના રોજ એક્ટિવા ચાલકની પાછળ પેન્ટના ખિસ્સામાં મુકેલા 60 હજારની લૂંટ કરી હતી, આ ઉપરાંત બે મહિના પહેલા છત્રાલથી કલોલ હાઇવે રોડ પર એક ટુ વ્હીલર ચાલકને રોકી 22,000 પણ પડાવ્યાં હતાં. જેની કબૂલાત કરી હતી.
આ પણ વાંચોઃ પાટણમાં ગેસ સિલેન્ડરમાંથી ગેસને બદલે પાણી ભરી ગ્રાહકોને આપવાના કૌભાંડનો પર્દાફાશ
ઈસમો પાસેથી 99,782 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
પોલીસે પકડી પાડેલા ઈસમો જેમાં અહેમદખાન પઠાણ, સમીરખાન પઠાણ, મહંમદ જફર અનવર હુસેન શેખ, મુસ્તાક શેખ સહિતના પાંચ ગુનેગારોને પકડી પાડ્યાં હતાં. જેમની પાસેથી 4720 રોકડ રકમ, મોબાઈલના ચાર નંગ, જ્યૂપિટર, સીએનજી રીક્ષા એમ કુલ 99,782નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઈસમો લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી બનાવતા હતાં. આરોપીઓ પોતે પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ કરતાં હતાં. ટુ વ્હીલર અને સાઈડમાં કરાવી તારા જેવાએ અમારા ભાઈને મારી ઇજાઓ પહોંચાડી છે એમ કહી ધાકધમકી આપી ટુવ્હીલર ચાલકને કમરથી પકડી ઉચકી લઈ ઉંચો નીચો કરી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયાની લૂંટ કરતા હતાં.
હાઈવે પર ટુ વ્હીલર વાહનોને રોકી લૂંટ ચલાવતી નકલી પોલીસની ટોળકી પકડાઈ - Crime
અડાલજ વિસ્તારમાં હાઈવે રોડ પર વાહનોને રોકી તેમની પાસેથી લૂંટ કરતી નકલી પોલીસની ટોળકીને અડાલજ પોલીસ દ્વારા પકડવામાં આવી હતી. તેઓ પોલીસ હોવાની ઓળખ આપતા હતાં અને ટુ વ્હીલર વાહનચાલકોને રોકી તેમની પાસેથી પૈસા પડાવતા હતાં. અડાલજ પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન જુહાપુરા, દાણીલીમડા સહિતના 5 ઇસમોને ઝડપી પાડ્યાં હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે પર ટુ વ્હીલર વાહનોને રોકી લૂંટ ચલાવતી નકલી પોલીસની ટોળકી પકડાઈ