ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે કેબિનેટની બેઠક - રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ કેબિનેટ બેઠક

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )ની અધ્યક્ષતામાં બુધવારે બપોરે 10 વાગ્યે કેબિનેટ બેઠક ( Cabinet meeting )નું આયોજન કરવામાં આવ્યું છે. દર બુધવારે વિવિધ વિષયો પર કેબિનેટ બેઠકનું આયોજન થતું હોય છે, ત્યારે બુધવારે યોજનારી કેબિનેટમાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને સ્કૂલોમાં અન્ય ધોરણો શરૂ કરવા તેમજ 5 વર્ષની ઉજવણી અને વેક્સિન પ્રક્રિયાને વેગવંતી બનાવવા સહિતના વિષયો પર ચર્ચા થશે.z

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે કેબિનેટની બેઠક
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે કેબિનેટની બેઠક

By

Published : Jul 27, 2021, 9:57 PM IST

Updated : Jul 27, 2021, 10:33 PM IST

  • મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક યોજાશે
  • 10 કલાકે કેબિનેટ બેઠકનુ આયોજન થશે
  • 6થી 8ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાની વિચારણા

ગાંધીનગર : ગત ગુરુવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, ત્યારે બુધવારે સવારે 10 વાગ્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani ), નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ( Cabinet meeting )યોજાશે. કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે સ્કૂલોમાં અન્ય ધોરણના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણવાની પરમિશન આપવી કે નહીં તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. કોર કમિટીમાં તેનો અંતિમ નિર્ણય કરવામાં આવશે. જો કે સંભવિતતા એવી પણ છે કે, ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓની ઓફલાઈન સ્કૂલો શરૂ થાય. આ ઉપરાંત રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના તેમજ કોરોનાની સંભવીત ત્રીજી લહેર પહેલા વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો:રાજ્યમાં શાળાઓ અને કૉલેજો અંગે નિર્ણય લેશે, સરકાર બનાવશે SOP

રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી

CM વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદે 5 વર્ષ પૂર્ણ કર્યા છે, જેથી ઓગસ્ટ મહિનામાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી કરવાનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. જેને લઇને એક કમિટી પણ બનાવવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, ઓગસ્ટ મહિનાનાની શરૂઆતમાં આ 5 વર્ષની ઉજવણી કોરોનાને જોતા કઈ રીતે કરવી તેને લઈને ખાસ ચર્ચા કરાશે. જો કે આ પહેલા રાજ્યના તમામ પ્રધાનો પાસેથી છેલ્લાં 5 વર્ષની સારી કામગીરીની વિગતો મંગાવવામાં આવી હતી. જેથી આ અંતિમ તૈયારીઓ ક્યા પ્રકારની કરવી તેને લઈને ચર્ચા થશે.

આ પણ વાંચો:દાહોદની ઘટનાના પડઘા કેબિનેટમાં, સરકારે કડક કાર્યવાહીની આપી સૂચના, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

ઓફલાઈન સ્કૂલો શરૂ કરવા વિચારણા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 6થી 8 ના વર્ગ શરૂ કરવાની વિચારણા પર કેબિનેટમાં ભાર આપવામાં આવશે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે વિચારણા થશે. 50 ટકા કેપિસિટી સાથે વર્ગો શરૂ થઈ શકે છે. કોરોનાની બીજી લહેર બાદ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ ઓફલાઈન શાળાઓ શરૂ કરવા અંગે કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે.

Last Updated : Jul 27, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details