ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરઃ ખાનગી તબીબ, લોકાયુક્ત કર્મચારી અને તલાટી સહિત શહેરમા નવા 9 કેસ નોંધાયા જ્યારે ગ્રામ્યમા 20 કેસ નોંધાયા

ગાંધીનગરમાં કોરોના વાઇરસે વધુ 9 વ્યક્તિને ભરડામા લીધા છે. તેમજ સારવાર દરમિયાન સે-4ના દર્દીનું મોત થતાં કુલ મૃતકોની સંખ્યા 13 થઈ છે. સે-2 ખાતે રહેતા ખાનગી તબીબ, લોકાયુક્ત ભવનના કર્મચારી અને માણસામાં ફરજ બજાવતા તલાટી કોરોનામાં સપડાયા છે. ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓગસ્ટના પ્રથમ દિવસે 20 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

9 new cases were reported
ગાંધીનગરઃ ખાનગી તબીબ, લોકાયુક્ત કર્મચારી અને તલાટી સહિત શહેરમા નવા 9 કેસ નોંધાયા જ્યારે ગ્રામ્યમા 20 કેસ નોંધાયા

By

Published : Aug 2, 2020, 4:35 AM IST

ગાંધીનગરમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા

  • શહેરમાં નવા 9 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 20 કેસ નોંધાયા
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 496, 13 મૃત્યુ
  • ચાર તાલુકામાં કુલ કેસની સંખ્યા 1067, 44 મૃત્યુ

ગાંધીનગરઃ શહેરમાં કોરોના વાઇરસે વધુ 9 વ્યક્તિને ભરડામા લીધા છે. તેમજ સારવાર દરમિયાન સે-4ના દર્દીનું મોત થતાં કુલ મૃતકોની સંખ્યા 13 થઈ છે. સે-2 ખાતે રહેતા ખાનગી તબીબ, લોકાયુક્ત ભવનના કર્મચારી અને માણસામાં ફરજ બજાવતા તલાટી કોરોનામાં સપડાયા છે. ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓગસ્ટના પ્રથમ દિવસે 20 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં શનિવારે જે નવા કોરોનાના કેસ આવ્યા છે તેમાં સેકટર-2 ખાતે રહેતાં 57 વર્ષીય ખાનગી તબીબ કોરોનામા સપડાયા છે તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-27માં રહેતા અને કલ્પતરૂમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 57 વર્ષીય આધેડ કોરોનાગ્રસ્ત થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. લોકાયુક્ત ભવનમાં ફરજ બજાવતા સે-3ના 59 વર્ષીય આધેડ, માણસાં ફરજ બજાવતા સે-3ના 31 વર્ષીય પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે.

સે-25માં રહેતી 55 વર્ષીય મહિલા, સે-25માં રહેતો 24 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયાં છે. સે-25માં રહેતી 32 વર્ષીય મહિલા અને સે-19ના 19 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-13માં રહેતી 65 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થતાં તેમને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શનિવારે નોંધાયેલા નવમાંથી સાત દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, પાટનગરમાં અત્યાર સુધીમાં કુલ 496 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 112 દર્દી હાલ સારવાર હેઠળ છે અને 371ને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે સારવાર દરમિયાન સે-4ના દર્દીનું મોત થતાં કુલ મૃતકોની સંખ્યા 13 પર પહોંચી છે.

ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 12 દર્દીઓ નોંધાયા છે. તાલુકાના રાંધેજા ગામમાં 65 વર્ષના પુરૂષ અને 48 વર્ષની મહિલા, અડાલજ ગામમાં નોંધાયેલા 4 કેસ પૈકી 80 અને 47 વર્ષના બે પુરૂષ તેમજ 25 અને 45 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. ભાટ ગામમાં 46 વર્ષના પુરૂષ, પેથાપુરમાં 30 વર્ષની યુવતી ઉપરાંત 64, 37 અને 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ઉનાવા ગામમાં 46 વર્ષની મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દહેગામ અર્બનમાં 40 અને 60 વર્ષના બે પુરૂષ,

માણસા તાલુકાના લોદરામાં 23 વર્ષની યુવતી, પ્રેમપુરા વેડામાં 55 વર્ષની મહિલા અને અર્બનમાં 40 વર્ષના પુરૂષ સહિત 3 દર્દી નોંધાયા છે. જ્યારે કલોલ તાલુકામાં પણ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં રકનપુરમાં 52 વર્ષની મહિલા, માધવપુરામાં 22 વર્ષનો યુવાન અને અર્બનમાં 56 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પેલી ઓગસ્ટના રોજ 20 વ્યક્તિઓ કોરોના વયારસથી સંક્રમિત થયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 12 દર્દી સંક્રમિત થયા છે. આ સાથે ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 1067 થઇ છે અને 44 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ 1563 લોકો સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details