ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. રાજ્યમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં અતિભારે વરસાદની આગાહી છે. અગમચેતી રૂપે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 9 જેટલી NDRF (National Disaster Response Force)ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમાં 9 NDRF ટીમ સ્ટેડનબાય - gandhinagrnews
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઝોનમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 9 જેટલી NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
NDRF team
જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 6 જેટલી ટીમને બરોડા ખાતે રિઝર્વમાં રાખવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. ત્યારે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 19 જેટલા રસ્તા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બંધ કરવામાં આવ્યા છે.
જેમાં બે સ્ટેટ હાઈવેનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર હાઈવે પોરબંદર હાઇવેનો સમાવેશ થયો છે.પંચાયતના 15 જેટલા રસ્તાઓ સાવચેતીના ભાગે બંધ રાખવામાં આવ્યા છે.