- છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા
- 300 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયાં છે. આજે ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 03 દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. સુરતમાં 11, બરોડામાં 04 અને રાજકોટમાં 04 કેસ નોંધાયા છે.
રાજયમાં વધુ 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરાયું છે
રાજ્યમાં કોરોના( Corona) સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે ગુરુવારે 2,84,791 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,59,62,782 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આજે ગૃરુવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,50,801 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 3774 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.