ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા ગૃહમાં બજેટ મુદ્દે થઈ ચર્ચા, 84 ધારાસભ્યોએ લીધો ભાગ

મંગળવારે વિધાનસભા ગૃહમાં બજેટ મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં માથાદીઠ આવક, બેરોજગારી મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં 84 ધારાસભ્યોએ ભાગ લીધો હતો. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનકાળમાં રાજ્યનું દેવું આશરે 6 ટકા જેટલું ઘટ્યું છે અને રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક રૂપિયા 2,46,329 થઇ છે, જે કોંગ્રેસકાળમાં માત્ર રૂપિયા 362ની હતી.

Nitin Patel
Nitin Patel

By

Published : Mar 16, 2021, 8:51 PM IST

  • વિધાનસભા ગૃહમાં બજેટ મુદ્દે થઈ ચર્ચા
  • માથાદીઠ આવક, બેરોજગારી મુદ્દે વિધાનસભા ગૃહમાં થઈ ચર્ચા
  • 84 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં કરાઇ ચર્ચા

ગાંધીનગર : 14મી વિધાનસભાના 8મા સત્રના મંગળવારના દિવસે થયેલી ''અંદાજપત્ર'' પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે, આ ચર્ચા ઉપરનો જવાબ પાઠવતા રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું રૂપિયા 2,27,029 કરોડનું વર્ષ 2021-22ના વર્ષનું ગુજરાત રાજ્યનું સામાન્ય બજેટ રાજ્યની જનતાના સર્વાંગી વિકાસને પોષતું બજેટ છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન રજૂ થયું હોય તેવું સૌથી મોટા કદનું આ બજેટ છે. ગત નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીએ રૂપિયા 9742 કરોડ જેટલું વધુ છે.

આ પણ વાંચો -2015થી 2020 સુધીની ગણતંત્ર પરેડમાં PM મોદીના સાફાઓએ જમાવ્યો રંગ : આવી કંઈક છે વિશેષતા

સર્વાંગી વિકાસનો મુદ્દો

નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ માટે અમારી સરકારે ખેડૂતો માટે વિવિધલક્ષી યોજનાઓ, માછીમારી કરતા ભાઈઓ માટે ''સાગરખેડુ'' યોજના, આદિજાતિ કલ્યાણ માટે ''વનબંધુ વિકાસ યોજના'' સહિતની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં મૂકવાની સાથે-સાથે ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય તે માટેના ભરપૂર પ્રયાસો કર્યા છે. એક સમય હતો, જ્યારે ગુજરાતના ''ખેતીવાડી ઉત્પન્ન બજારો''માં કાગડા ઉડતા હતા, અમારી સરકારે ખેડૂતોને નર્મદા અને ''સૌની યોજના'', ''સુજલામ સુફલામ જળ સંચય અભિયાન'' દ્વારા અઢળક સિંચાઈ, ખેડૂતોને સસ્તા દરે વીજળી, વડાપ્રધાન મોદીએ લાગુ કરેલી ''ખેડૂત સન્માન નિધિ યોજના'' તેમજ ખેડૂતોને ઉપલબ્ધ શૂન્ય ટકાના દરે લોન મારફત જે ખડૂત ઉત્થાનના પ્રયાસો કર્યા છે. જેના કારણે આજે રાજયના ''ખેતીવાડી ઉત્ત્પન્ન બજારો'' ઘઉં, રાયડો, એરંડા, કપાસ, મગફળી, ચણા, ડાંગર અને અન્ય તેલીબિયાંના પાકોથી ઉભરાઈ રહ્યા છે.

આ પણ વાંચો -કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ

રાજ્યમાં ફળ ફળાદી પાક વધુ

નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અગાઉ મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં કેળા, કેરી, મોસંબી અને અન્ય કેટલાક ફળફળાદીના પાકો થતા હતા, આજે સિંચાઈ અને અન્ય આનુસંગિક ઉપલબ્ધતાને લીધે ગુજરાતનો ખેડૂત તમામ પ્રકારના ફળફળાદિ પાકોનું માત્ર ઉત્પાદન કરતો નથી, પરંતુ તેની ભરસક નિકાસ કરે છે. ગત વર્ષે રાજ્યમાં રૂપિયા 1,73,000 કરોડનું જંગી કૃષિ ઉત્પાદન થયું હતું.

આ પણ વાંચો -ગુજરાતમાં 4,12,000 બેરોજગાર, શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી

ભારત ગામડામાં વસે છે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીજીનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ''ભારત ગામડામાં વસે છે''- આપણાં પાયામાં ગામડું છે, ખેતી અને પશુપાલન છે. યાદ રહે નર્મદા યોજના, ‘’સૌની યોજના’’, સુજલામ સુફલામ જળસંચય યોજના, ચેકડેમો અને ખેત-તલાવડીના પુનઃ જીવન તથા ડેમો-તળાવો મારફત સિંચાઈ અને જળસંચય મારફત આપણાં મહેનતુ ખેડૂતો અને ખાસ કરીને બહેનોએ પશુપાલન દ્વારા રાજ્યમાં મબલક દૂધ ઉત્પાદન કરી બતાવ્યું છે. સહકારી મંડળીઓ મારફત દૂધના વેચાણ દ્વારા આપણી બહેનો લાખો કમાતી થઇ છે. એટલું જ નહીં, દૂધનું પણ 'વેલ્યુ એડિશન' થતાં તેમાંથી આઈસ્ક્રીમ, ચોકલેટ, માખણ, મીઠાઈઓ સહિતની સંખ્યાબંધ ચીજવસ્તુઓ દેશદેશાવરમાં મળતી થઇ છે. ગુજરાત સરકારે દૂધના પાવડરમાં સબસીડી આપવાનું શરુ કરતા તેનું અનુસરણ અન્ય રાજ્યોએ પણ કરવું પડ્યું અને આપણા રાજ્યના ખેડૂતોની સાથે દેશના અન્ય રાજ્યના ખેડૂતો પણ લાભાન્વિત થયા.

આ પણ વાંચો -જૂનાગઢના ઉમેદવાર લોકસભા માટે યોગ્ય નથી : વિમલ ચુડાસમા

નર્મદા યોજનામાં 65,000 કરોડનો ખર્ચ થયો

ગુજરાતની આશરે 4 કરોડની જનતાને પીવાનું, સિંચાઇનું પાણી તથા લાખોની સંખ્યામાં પશુધનને પાણી પહોંચતું કરીને ગુજરાતની આ મહત્વાકાંક્ષી ''નર્મદા યોજના'' માટે સરકારે રૂપિયા 65,000 કરોડનો ખર્ચ કરવો પડ્યો છે. જો કે, રાજયની પ્રજાના વિકાસ માટે ‘’દેવું’’ કરીને પણ ખર્ચ કરવો પડે તો પણ એ અમને માન્ય છે.

આ પણ વાંચો -‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી

નાણાકીય દેવા બાબતે નીતિન પટેલનો જવાબ

નાણાપ્રધાન નીતિન પટેલે વિપક્ષના નેતાઓ દ્વારા ગુજરાતના વધી રહેલા ‘દેવાં’ સંદર્ભે પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે, દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે, જેને ક્યારેક કોઈક પાસેથી એક યા બીજી રીતે દેવું લીધું કે, કર્યું ન હોય ! 'દેવું' એ એક પરંપરા છે. આપણે પણ વર્ષોથી લોન મારફતે દેવું લઈએ છીએ. ભાજપ સાશિત સરકારો પર દેવું વધ્યાનો આક્ષેપ નકારી કાઢતા પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1987-88માં રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકની સરખામણીમાં રાજ્યનું દેવું રૂપિયા 3,679 કરોડ, 1988-89માં રૂપિયા 4,161 કરોડ, વર્ષ 1990-91માં રૂપિયા 4,194 કરોડ, વર્ષ 1991-92માં રૂપિયા 5,900 કરોડ જ્યારે વર્ષ 1992-93માં રૂપિયા 6920 કરોડનું દેવું હતું. વર્ષ 1992-93માં જે દેવું હતું, તે દેવાની ટકાવારી કુલ માથાદીઠ આવકની સરખમણીયે જોવા જઈએ તો 22.59 ટકા જેટલું થાય છે. કોંગ્રેસ શાસિત આ સરકારોની સાપેક્ષમાં જ્યારથી ભાજપનું રાજ્યમાં શાસન આવ્યું છે, ત્યારથી જોઈએ તો આજદિન સુધીમાં અને વર્ષ 2019-20માં અમારી સરકારનું દેવું ઘટીને 16.19 ટકા જેટલું થવા જાય છે.

વર્ષ 1995-96માં અમારા પ્રથમ બજેટનું કદ રૂપિયા 10,782 કરોડનું હતું, જે આ વર્ષે 2021-22માં રૂપિયા 2,27,029 કરોડનું થયું છે. વર્ષ 1960-61માં ગુજરાત રાજયની ''ગ્રોસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટ'' (GDP)થી આવક રૂપિયા 738 કરોડની હતી અને માથાદીઠ આવક માત્ર રૂપિયા 362ની હતી, જે વર્ષ 2019-20માં GSDPથી રૂપિયા 16,49,505 કરોડ થઇ છે અને માથાદીઠ આવક રૂપિયા 2,16,329 પર પહોંચી છે.

આ પણ વાંચો -બાળકોના મૃત્યુ મામલે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું- 'બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે'

85 સભ્યોએ કરી હતી ચર્ચા

આ ''અંદાજપત્ર સત્ર''માં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં આશરે 85 ધારાસભ્યોએ ભાગ લઈને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષી અને શાસક પક્ષના ધારાસભ્યોએ કરેલા કિંમતી સૂચનોને મે તથા અમારા અધિકારીગણે ગંભીરતાથી નોંધ્યા છે અને તદ્દનુસાર તમામની વ્યાજબી માંગણીઓને સંતોષવાનો સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.

આ પણ વાંચો -ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો

ABOUT THE AUTHOR

...view details