ગુજરાત

gujarat

ETV Bharat / city

IAS Transferred : 77 IAS અધિકારીની બદલી, અનેક જિલ્લાના કલેકટર બદલાયાં, કોને ક્યાં મૂક્યાં જાણો

ગુજરાત રાજ્યમાં 10 દિવસ પહેલાં જ 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ( IAS Transferred ) અને બઢતીના હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતાં. ત્યારે આજે ફરીથી 10 દિવસ બાદ બીજા અન્ય 77 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ( IAS Transferred ) અને બઢતીના હુકમ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

IAS Transferred : 77 IAS અધિકારીની બદલી, અનેક જિલ્લાના કલેકટર બદલાયાં, કોને ક્યાં મૂક્યાં જાણો
IAS Transferred : 77 IAS અધિકારીની બદલી, અનેક જિલ્લાના કલેકટર બદલાયાં, કોને ક્યાં મૂક્યાં જાણો

By

Published : Jun 19, 2021, 2:14 PM IST

  • રાજ્ય સરકારનો બદલીનો હુકમ ,એકસાથે 77( IAS Transferred )અધિકારીઓની કરાઈ બદલી
  • અમદાવાદ ડીડીઓ અરુણ બાબુ બન્યાં રાજકોટ કલેકટર
  • જૂનાગઢ કલેકટરની પણ કરાઈ બદલી
  • ગાંધીનગર મ્યુ. કમિશનર ચારણ ગઢવીની NHMમાં બદલી

    ગાંધીનગર : મહત્વની વાત કરવામાં આવે તો 9 જૂનના રોજ 26 જેટલા અધિકારીઓની બદલી ( IAS Transferred ) પર બઢતી કરવામાં આવી હતી ત્યારે આજે 19 જૂનના રોજ વધુ 77 અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે કલેક્ટર તમામ જિલ્લામાં બદલાયાં છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી

ક્યાં મહત્વના અધિકારીઓની કરાઈ બદલી

અધિકારીઓની જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષથી ઉચ્ચ શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા અંજુ શર્માની પણ બદલી ( IAS Transferred ) કરવામાં આવી છે. તેમને રોજગાર વિભાગના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે એસટી બસ નિગમના એમ.ડી તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં તેઓને હવે ઉચ્ચ શિક્ષણના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે..

રાજ્યમાં કલેકટરની પણ સાગમટે બદલી

રાજ્યના મહત્વના જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ જેવા જિલ્લા કલેકટરની પણ ( IAS Transferred ) બદલીઓ સાગમટે કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય tdo તરીકે ફરજ બજાવતા અરુણ બાબુને રાજકોટના કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે જૂનાગઢના કલેક્ટર સૌરભ પારઘીને જામનગરના કલેકટર બનાવવામાં આવ્યાં છે.. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રતન કંવર ચારણને બદલી કરીને સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટ સર્વે શિક્ષા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજયમાં આવશે બદલીઓનો દોર, IAS અને IPSની મોટા પાયે થઈ શકે છે બદલી



77 અધિકારીઓનો બદલીની વિગતો

અંજુ શર્મા શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ

એસ.જે. હૈદર ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ

હર્ષદ પટેલ GSRTC ના એમ.ડી. તરીકે નિમણૂક

એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક

પી. ભારતી લેબર કમિશનર

આર.બી. બારડ વડોદરા કલેકટર

આદ્ર અગ્રવાલ રિલીફ કમિશનર

રવિશંકર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર

રેમ્યા મોહન નેશનલ મિશન ડાયરેક્ટર NHM

દિલીપકુમાર રાણા કમિશનર ટ્રાઇબલ ડેવલોપમેન્ટ

એમ.એ.પંડ્યા કલેકટર દેવભૂમિ દ્વારકા

આર.જી. ગોહિલ કલેકટર ગીર સોમનાથ

ધવલ પટેલ GMC ગાંધીનગર મ્યુ.કમિશનર, ગુડા CEO

ઉદય અગ્રવાલ કલેકટર મહેસાણા

એમ.વાય.દક્ષિણી કલેકટર આણંદ

રતન કંવર ગઢવી ચારણ સર્વે શિક્ષા અભિયાન ડાયરેકટર, કમિશનર પ્રાથમિક શિક્ષણ

પ્રવીણા ડી.કે. કલેકટર પંચમહાલ ગોધરા

વિજયકુમાર ખરાડી મ્યુ.કમિશનર જામનગર

ડી. કે. પારેખ મ્યુ.કમિશનર વડોદરા

નરેન્દ્રકુમાર મીના કલેકટર અરવલ્લી મોડાસા

બી.જી.પ્રજાપતિ ડીડીઓ આણંદ

કે.એલ.બચાણી ખેડા નડિયાદ કલેકટર

અજય પ્રકાશ ચીફ પર્સનલ ઓફિસર મેડિકલ

સૌરભ પારઘી કલેકટર જામનગર

આયુષ ઓક કલેકટર સુરત

કાંકપતિ રાજેશ જોઈન્ટ સેક્રેટરી (લો & ઓર્ડર ) ગૃહવિભાગ

સુજલ માયત્રા કચ્છ ભુજ કલેકટર

સ્વેતા તીઓતિયા ડીડીઓ અરવલ્લી

હરજીભાઈ વઢવાનીયા કલેકટર તાપી

અમૃતેશ ઔરંગાબાદકર કલેકટર સુરેન્દ્રનગર

અમિત અરોરા મ્યુ.કમિશનર રાજકોટ

વિશાલ ગુપ્તા એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર ગાંધીનગર

ગૌરાંગ મકવાણા કલેકટર અમરેલી

તુષાર સુમેરા કલેકટર બોટાદ

ડી.ડી.જાડેજા એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર ગાંધીનગર

આર.એમ.તન્ના જૂનાગઢ મ્યુ.કમિશ્નર

પી.આર.જોષી કમિશનર યુથ સર્વિસ કમિશનર

આર.એ. મેરજા ડીડીઓ પાટણ

એ. કે. દવે ડીડીઓ ખેડા નડિયાદ

એન.એન.દવે ડે. મ્યુ.કમિશનર અમદાવાદ

વી.એન.શાહ CEO SUDA સુરત

કિરણ ઝવેરી રાજ્ય કર વિભાગ એડી.કમિશનર

સ્તુતિ ચારણ કલેકટર છોટાઉદેપુર

મનીષકુમાર કલેકટર મહીસાગર

કાશીપરા અગ્રે કલેકટર વલસાડ

અરુણ મહેશ બાબુ રાજકોટ કલેકટર

હર્ષિત ગોસાવી કલેકટર દાહોદ

યોગેશ નિર્ગુડે કલેકટર ભાવનગર

અમિત યાદવ કલેકટર નવસારી

વરુણ બરણવાળા રિઝનલ મ્યુ.કમિશનર રાજકોટ

પ્રશસ્તિ પારેખ રિઝનલ મ્યુ.કમિશનર ગાંધીનગર

રચિત રાજ કલેકટર જૂનાગઢ

આશિષ કુમાર ડે. મ્યુ.કમિશનર રાજકોટ

પ્રવીણ ચૌધરી ડે. મ્યુ.કમિશનરઅમદાવાદ

અરવિદ વી. રિઝનલ મ્યુ.કમિશનર સુરત

અનિલ રાણાવસિયા રિઝનલ મ્યુ.કમિશનર અમદાવાદ

અજય દહીંયાં રિઝનલ મ્યુ.કમિશનર ભાવનગર

શરીફ હુડા સચિવ સ્પોર્ટ્સ & યુથ વિભાગ

ધીમંત વ્યાસ એમ.ડી. PGVCL રાજકોટ

અમિત ધામેલીયા ડીડીઓ અમદાવાદ

રાજેન્દ્ર પટેલ ડીડીઓ બરોડા

મિહિર પટેલ ડીડીઓ જામનગર

અર્પિત સાગર ડીડીઓ નવસારી

વિપીન ગર્ગ ડીડીઓ ડાંગ

શાલિની દુહાન કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર

નીતિન સંગવાન ડીડીઓ સાબરકાંઠા

નવનાથ ગાવહાણે ડીડીઓ સુરેન્દ્રનગર

દેવ ચૌધરી ડીડીઓ રાજકોટ

યોગેશ ચૌધરી ડીડીઓ ભરૂચ

તેજસ પરમાર ડીડીઓ દાહોલ

ઓમ પ્રકાશ ડીડીઓ મહેસાણા

મનીષા ગોરવાણી ડીડીઓ વલસાડ

ગંગાસિંહ ડીડીઓ છોટાઉદેપુર

સ્વપ્નિલ ખરે ડીડીઓ બનાસકાંઠા

સુરભિ ગૌતમ ડીડીઓ ગાંધીનગર

મીરાંત પરીખ ડીડીઓ જૂનાગઢ

પ્રશાંત જીલોવા ડીડીઓ ભાવનગર

દિનેશ ગૌરવ ડીડીઓ અમરેલી

વિધાનસભા 2022 પહેલાં હજી એક વખત આવશે બદલીઓ

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના અગમચેતી ભાગરૂપે આઈએએસ અધિકારીઓની બદલી ( IAS Transferred ) કરવામાં આવી રહી છે. આમ છેલ્લા 10 દિવસથી અંદર કુલ 99 બદલીઓના હુકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યાં છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા હજુ એક વખત આઈએએસ અધિકારીઓની ( IAS Transferred ) બદલીનો ત્રીજો તબક્કો પણ આવશે. જ્યારે આઈપીએસ અધિકારીઓની પણ બદલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details