ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામાં રાજ્યના 200 થિયેટરોને અત્યાર સુધીમાં 600 કરોડનું નુક્સાન

કોરોનામાં થિયેટરોને મોટું નુકસાન થયું છે. ગુજરાતના મલ્ટિપ્લેક્સ થિયેટર એસોસિયેશનના પ્રેસિડેન્ટ મનુભાઈ પટેલ જણાવ્યું કે, "ગુજરાત ભરમાં થિયેટર કોરોનામાં બંધ રહેવાથી 600 કરોડ રૂપિયાનું અંદાજિત નુક્સાન થયો છે. જ્યારે રેવન્યૂ લોસ અંદાજીત 2,500 કરોડ જેટલો થયો છે. રાજ્યભરમાં 200 જેટલા અંદાજિત થિયેટરો આવ્યા છે. જેમાંથી તમામ થિયેટરો અત્યારે નુકસાનીમાં ચાલી રહ્યા છે." ગાંધીનગરમાં પાંચ થિયેટર છે. અત્યારે નવી ફિલ્મ ન હોવાથી તમામ થિયેટર બંધ હાલતમાં છે.

By

Published : Jul 1, 2021, 7:51 PM IST

કોરોનામાં રાજ્યના 200 થિયેટરોને અત્યાર સુધીમાં 600 કરોડનું નુક્સાન
કોરોનામાં રાજ્યના 200 થિયેટરોને અત્યાર સુધીમાં 600 કરોડનું નુક્સાન

  • કોરોનામાં 200 થિયેટરોને 600 કરોડ જેટલો પ્રોફિટ લોસ
  • થિયેટરો અંદાજીત 2500 કરોડનો રેવન્યુ લોસ થયો
  • ગાંધીનગરના પાંચ થિયેટરોની કથળતી સ્થિતિ

ગાંધીનગર : કોરોનામાં મોટી અસર થિયેટરો પર પણ પડી છે. કોરોનાના લગભગ 15 જેટલા મહિના થઈ ગયા છે ત્યારે માંડ ત્રણથી ચાર મહિના જેટલા જ થિયેટર ચાલુ રહ્યા છે જેથી મોટું નુકસાન વેઠવાનો વારો થિયેટર માલિકોને પણ આવ્યું છે. અત્યારે કોરોનાની બીજી લહેર બાદ થિયેટર ચાલુ રાખવાની પરમિશન આપી છે પરંતુ અત્યારે તમામ થિયેટર બંધ હાલતમાં જ છે કેમકે નવી ફિલ્મ જુલાઈ એન્ડમાં તેમજ ઓગસ્ટ મહિનાથી આવવાની શરૂ થશે જ્યારે જુની ફિલ્મ જોવા માટે પબ્લિક તૈયાર નથી જેથી થિયેટર નામ પૂરતા જ ચાલી રહ્યા છે. બાકી તમામ સિનેમા ઘરોને અત્યારે તાળા લાગ્યા છે.

કોરોનામાં રાજ્યના 200 થિયેટરોને અત્યાર સુધીમાં 600 કરોડનું નુક્સાન

27 જુલાઇથી પહેલી ફિલ્મ આવશે, પરંતુ ગાંધીનગરમાં લાગશે કે નહીં તે નક્કી નહીં

થિયેટર સાથે જોડાઇને કામ કરતા કર્મચારી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, ગાંધીનગરના ફિલ્મ રસિયાઓને કદાચ હજુ પણ વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે. 27 જુલાઈથી બોલિવૂડની ફિલ્મ બેલબોટમથી શરૂઆત થશે પરંતુ હજુ સુધી ગાંધીનગરમાં જુલાઈમાં થિએટર શરૂ થશે કે નહીં એ નક્કી નથી. કેમ કે તમામ થિયેટરો અત્યારે બંધ હાલતમાં છે નવી ફિલ્મ આવશે ત્યારે તેને દર્શકો કેટલા મળશે 50% સીટિંગ કેપેસિટીમાં થિયેટર ચલાવવાના હોવાથી એ નુકસાન વેઠીને ચલાવવું પડે તે પ્રકારની સ્થિતિ હોવાથી અત્યારથી થિયેટર માલિકો જુલાઈ મહિનાથી થિયેટર શરૂ કરવા માટે તૈયાર જ નથી. જેથી બની શકે છે કે ઓગસ્ટ મહિના બાદ થિયેટરોમાં ફિલ્મ લાગે.

ત્રીજી લહેરની શક્યતાથી થિયેટર માલિકોમાં અત્યારથી ડર

કોરોનાની પહેલી લહેર બાદ થિયેટર જ્યારે શરૂ થયા ત્યારે કેટલીક બોલિવૂડ ફિલ્મ રિલીઝ થઈ હતી પરંતુ એ સમયે કોરોનાના ડરના કારણે તેમજ ઓછી સીટિંગ કેપેસિટીમાં પ્રેક્ષકો બેસાડવાના હોવાથી ઓડિયન્સ જ નહોતી મળતી જ્યારે ફિલ્મો આવવાની શરૂ થઈ ત્યારે કોરોનાની બીજી લહેર આવી અને થિયેટર ફરી બંધ થયા. જોકે સરકારની નવી ગાઇડલાઇન મુજબ થિયેટર શરૂ કરવાની પરમિશન તો આપી છે પરંતુ ફિલ્મોની ડેટ મળી રહી નથી. આગામી સમયમાં કઇ નવી ફિલ્મો આવશે એ પણ હજુ સુધી નક્કી નથી. કેમકે હોમ પ્રોડકશન પણ ફિલ્મની ડેટ રિલીઝ કરતા પહેલા વિચારી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો પણ ડર બધાને છે, ત્યારે સિનેમા માલિકો પણ થિયેટર શરૂ કરતા પહેલા વિચારી રહ્યા છે. કેમકે તેમના માટે સ્ટાફ ગોઠવવો તેમજ પડી ભાંગેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફરી ઊભું કરવું વગેરેમાં ખર્ચ થાય છે અને નુક્સાનીમાં વધારે ખર્ચ તેમને પોસાય તેવો નથી.

ABOUT THE AUTHOR

...view details