ગુજરાત

gujarat

ETV Bharat / city

વીઆઈપી સે-19માં એક જ ઘરમાં 5 તેમજ છાલાના મેડિકલ ઓફિસર સહિત ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા - Gandhinagar Corona

ગાંધીનગરમાં કોરોના વાઇરસે એક જ દિવસમાં 15 વ્યક્તિને સંક્રમિત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વીઆઈપી વિસ્તાર ગણાતા સે-19માં એક જ ઘરના પાંચ વ્યક્તિ અને છાલાના મેડિકલ ઓફિસર કોરોનાગ્રસ્ત થયા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં પ્રથમવાર 35 વ્યક્તિ સંક્રમિત થયા છે.

50 new cases
વીઆઈપી સે-19માં એક જ ઘરમાં 5 તેમજ છાલાના મેડિકલ ઓફિસર સહિત ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા

By

Published : Jul 29, 2020, 3:39 AM IST

ગાંધીનગરઃ શહેરમાં કોરોના વાઇરસે એક જ દિવસમાં 15 વ્યક્તિને સંક્રમિત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વીઆઈપી વિસ્તાર ગણાતા સે-19માં એક જ ઘરના પાંચ વ્યક્તિ અને છાલાના મેડિકલ ઓફિસર કોરોનાગ્રસ્ત થયા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં પ્રથમવાર 35 વ્યક્તિ સંક્રમિત થયા છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવા કેસ આવ્યા છે તેમાં માણસા અને કલોલ તાલુકામાં 10-10 કેસ, ગાંધીનગર તાલુકામાં 8 અને દહેગામ તાલુકામાં 7 કેસ સામે આવ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થઈને મંગળવારે કોરોનાના 50 કેસ આવ્યા છે.

સેકટર-24માં રહેતા અને સીઈપીટીમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોમ આઈસોલેશનમાં રખાયો છે. સે-26માં રહેતા 59 વર્ષીય જમીન દલાલ અને સે-25માં રહેતા 25 વર્ષીય વીડિયોગ્રાફરને પણ હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-19માં રહેતા 81 વર્ષીય મહિલા અને તેમની સેવા કરતાં ચાર સર્વન્ટ કોરોનાગ્રસ્ત થયાં છે. મહિલાના ઘરે આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી 29 વર્ષીય યુવક, 21 વર્ષીય યુવક, 17 વર્ષીય યુવક અને 45 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયા છે. એક જ ઘરમાં રહેતા પાંચેય વ્યક્તિને હોમ કોરેન્ટાઈન કરાયા છે.

45 વર્ષીય યુવક મીના બજારમાં કપડાં વેચતા પાથરણાં પર પણ કામ કરતો હતો. સે-3એ ખાતે રહેતા અને સ્વર્ણિમ સંકુલ-2માં કામ કરતા 60 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. પાલજ ગામના રોહિતવાસમાં રહેતા 62 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-6બી ખાતે રહેતી 60 વર્ષીય મહિલા સંક્રમિત થતાં તેમને ગાંધીનગર સિવિલમાં એડમિટ કરાયા છે. સે-14 ખાતે રહેતાં અને છાલામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા સંક્રમિત થઈ છે. સે-26માં રહેતા 63 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સે-24માં રહેતા 56 વર્ષીય મહિલાને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-28 ખાતે પ્રેસ છાપરામાં રહેતી 55 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થતાં તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાઈ છે. ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો 447 પર પહોંચ્યો છે. જેમાંથી 100 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને 11ના મોત થયા છે.

ગાંધીગનર તાલુકાના શિહોલી મોટીમાં 38 વર્ષનો યુવાન, રાંધેજામાં 6 વર્ષનો બાળક, અડાલજમાં 35 અને 55 વર્ષના 2 પુરૂષ, સુઘડ ગામમાં 72 વર્ષના વૃધ્ધ, ઉનાવા ગામમાં 43 વર્ષના પુરૂષ, ઉવારસદ ગામમાં 44 વર્ષના પુરૂષ અને વલાદમાં 55 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

દહેગામ તાલુકાના કડાદરા ગામમાં 68 વર્ષના પુરૂષ, પાલૈયા ગામમાં 60 વર્ષની મહિલા, વાસણા ચૌધરી ગામમાં 32 વર્ષનો યુવાન તેમજ સાંપા ગામમાં 50 વર્ષની મહિલા અને 58-50 વર્ષના બે પુરૂષ સહિત 3 કેસ નોંધાયા છે. માણસા તાલુકાના પાટનણપુરા ગામમાં 60 અને 43 વર્ષની 2 મહિલા અને 65 વર્ષના પુરૂષ તેમજ અર્બનમાં 7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કલોલ અર્બનમાં 68, 19 અને 45 વર્ષની 3 મહિલા, 47 અને 70 વર્ષના પુરૂષ સહિત 5 દર્દી તેમજ તાલુકાના હાજીપુરા ગામમાં 38 વર્ષનો યુવાન, જામળા ગામમાં 67 વર્ષના પુરૂષ, અર્જુનપુરા ગામમાં 42 વર્ષનો પુરૂષ અને બાલવા ગામમાં 58 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 962 પોઝિટિવ દર્દી નોંધાયા છે અને 43 દર્દી મોત થયા છે. જ્યારે હાલના તબક્કે 228 દર્દીઓ ગાંધીનગર સિવિલ સહિત વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. કોરોનાને પરાસ્ત કરનારા 654 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહામારીને કાબુમાં લેવા અથાગ પ્રયાસના દાવા હવે નિષ્ફળ પુરવાર થઇ રહ્યાં છે. વાસ્તવિક આંકડા અત્યત ચોંકાવનારા હોવાના આક્ષેપ ખાનગી તબીબો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details