ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં અનલોક દરમિયાન 50 લાખનો ડુપ્લિકેટ સેનિટાઈઝરનો જથ્થો ઝડપાયો : એચ.જી.કોશિયા - કોરોના

કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર હાથ ધોવાની સલાહ સાથે જ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું અનેક વખત સૂચન આપવામાં આવે છે. ત્યારે lockdownમાં અને unlock દરમિયાન વધુ રૂપિયા કમાવા માટે ગુજરાત રાજ્યમાં નકલી કંપનીના પણ રાફડા ફાટ્યાં છે. જે સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધ્યાને આવતાં lock down અને unlock દરમિયાન રાજ્યમાં કુલ ૫૦ લાખથી વધુની કિંમતના નકલી સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં અનલોક દરમિયાન 50 લાખનો ડુપ્લિકેટ સેનિટાઈઝરનો જથ્થો ઝડપાયો :  એચ.જી.કોશિયા
રાજ્યમાં અનલોક દરમિયાન 50 લાખનો ડુપ્લિકેટ સેનિટાઈઝરનો જથ્થો ઝડપાયો : એચ.જી.કોશિયા

By

Published : Aug 21, 2020, 8:18 PM IST

ગાંધીનગર : આ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સેનિટાઈઝરના અત્યાર સુધીમાં કુલ ૫૦ લાખથી વધુની કિંમતના નકલી સેનિટાઈઝર ઝડપવામાં આવ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજ દિન સુધીમાં કુલ પાંચ વખત રાજ્યના અલગ અલગ શહેરમાં રેઇડ પાડીને ૫૦ લાખથી વધુના નકલી સેનિટાઈઝરના જથ્થાને જપ્ત કર્યો છે. ઉપરાંત સૌથી વધુ નબળી સેનિટાઈઝર અમદાવાદના મકરપુરા વિસ્તારમાં 35 લાખ રૂપિયાનો નકરી સેનિટાઈઝરનો માલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો. જ્યારે આજે પાલનપુરમાં આવેલ ગેટવે પ્લાઝા પાછળ ગઠામણ પાટીયા પાસે વગર પરવાને અલગ અલગ બ્રાન્ડ તેમ જ ફોર્મ્યુલાવાળી સેનિટાઈઝરનું ઉત્પાદન કરતી સંસ્થા પર રેડ પાડવામાં આવી હતી જેમાં 9 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં અનલોક દરમિયાન 50 લાખનો ડુપ્લિકેટ સેનિટાઈઝરનો જથ્થો ઝડપાયો
ઉપરાંત pundrik વિભાગના કમિશનર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત ઔષધો અને તેની બનાવટો પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે એ માટે રાજ્યભરમાં ગુણવત્તા ચકાસણી માટે અભિયાન સતત ચાલતું રહેશે.
રાજ્યમાં અનલોક દરમિયાન 50 લાખનો ડુપ્લિકેટ સેનિટાઈઝરનો જથ્થો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details