ગુજરાતમાં મીડિયાના 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ - કોરોના પોઝિટિવ પત્રકારો
રાજ્યના કોરોના વાઇરસ હવે પોતાની હદ વટાવી રહ્યો છે અમદાવાદ અને સૂરત શહેરમાં કોરોનાનું રાજ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ, સૂરત, બરોડામાં અનેક ડોકટરો, પોલીસકર્મીઓ સાથે ફ્રન્ટ લાઈનર મીડિયાકર્મીઓ પણ કોરોનાનો શિકાર બન્યાં છે. જેમાં અમદાવાદના 3 મીડિયાકર્મીઓ, અને ગાંધીનગરના એક મીડિયાકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગર : જે રીતના આ રીતે કોરોના વાયરસ દિવસે દિવસે વધુ પ્રસરી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને હવે સરકાર પણ ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસમાં અનેક કિસ્સા સામે આવ્યાં હતાં. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તમામ સ્ટાફને પણ કંટ્રોલ કરવાની ફરજ પડી હતી. ત્યારે મીડિયા હાઉસમાં પણ જે રીતના કોરોનાના પોઝિટિવા કેસો સામે આવ્યાં છે તેને ધ્યાનમાં લઈને મીડિયામાં ફરજ બજાવતા પત્રકારોમાં પણ ભયનો માહોલ દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી મીડિયા હાઉસના કુલ ચાર જેટલા પત્રકારોને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. આમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ પત્રકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યાં છે.