- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા
- 41 દર્દીઓએ કોરોનાને માત આપી
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 40 થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે શનિવારે 41 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 કોર્પોરેશન અને 10 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિતમાં કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 11 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કાપા વેરિયન્ટના 5 કેસ
રાજયમાં કોવિડ 19 અંર્ગત કાપા વેરીયન્ટના 5 કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં 3, ગોધરામાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. આ કેસો માર્ચ મહિના અને જૂન મહિનાના મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા હવે તમામ લોકોનું સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.