ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં - Corona News

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી (List of corona) મુજબ 28 જુલાઈના રોજ કોરોનાના 28 કેસો નોંધાયા હતા. રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજિટમાં કેસ નોંધાયા હતા. મોટાભાગના જિલ્લાઓમાં 0 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ (positive case) નોંધાયા છે જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. એક સમયે અમદાવાદમાં જ 4 થી 5 હજાર કેસ આવતા હતા.

Corona news in Gujarat
Corona news in Gujarat

By

Published : Jul 28, 2021, 9:56 PM IST

  • રાજ્યમાં 28 કોરોના કેસ આવતા કોરોના પર કંન્ટ્રોલ
  • 39 દર્દીઓએ કોરોનાને માત આપી
  • રિકવરી રેટ 98.75 ટકા પહોંચ્યો

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના એન્ડમાં તો સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. 26 જુલાઇના રોજ 24 કલાકમાં રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 28 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બુધવારે 39 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે અને એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 30 કેસ નોંધાયા, 57ને રજા અપાઈ

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 274 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 269 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ (Recovery rate) 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 31 કેસ નોંધાયા, એક પણ મૃત્ય નહીં

રાજ્યમાં આજે રસીકરણ મમતા દિવસ હોવાથી બંધ રહ્યું

રાજ્ય સરકાર દ્વારા દર બુધવારે મમતા દિવસ હોવાથી રસીકરણ (vaccination) બંધ કરવામાં આવ્યું છે. આજે 28 જુલાઈના રોજ આ મહિનાના અંતિમ બુધવારે પણ રસીકરણ બંધ રહ્યું હતું. જોકે એક બાજુ રસીકરણનું જથ્થો લોકોની સરખામણીએ ઓછો છે તેમાં પણ રાજ્ય સરકાર પાસે અત્યારે 11 લાખ 30 હજાર જેટલા રસીના ડોઝ ઉપલબ્દ્ધ છે. જેની સામે બે કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો બાકી છે.

ABOUT THE AUTHOR

...view details