- કોરોનાકાળમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યા
- ગાંધીનગરમાં ગાયત્રી સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
- 2500થી વધારે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યા
ગાંધીનગર : કોરોના (corona)માં ઊભી થયેલી વાતાવરણની નકારાત્મકતાને દૂર કરી હકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા માટે એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ સેક્ટર 1, મહાકાલેશ્વર મંદિર સેક્ટર 1 અને પૂજ્ય પ્રયાગ બાપા ટ્રસ્ટના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાંધીનગર શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું
24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાંધીનગર શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું હતું. જેમનું માનવું છે કે, જેમ રાવણવધ પછી અને મહાભારતના યુદ્ધ પછી અશ્વમેઘ યજ્ઞ અને રાજસૂય યજ્ઞનું આયોજન કરીને વાતાવરણને શુદ્ધ કરવામાં આવેલું તે જ રીતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર મારફતે આખા વિશ્વમાં એક સાથે અને એક જ સમયે મહાયજ્ઞનું આયોજન કરી વાતાવરણની નકારાત્મકતાને દૂર કરી હકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા માટે યજ્ઞ થકી આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આમાં સેક્ટર 2 સ્વામિનારાયણ મંદિરના સ્વામી ,વેસ્ટનસિડના એનપી પટેલ અને અન્ય સ્વયંસેવકો હાજર રહ્યા હતા.