ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારે વરસાદને પગલે 20 રસ્તા બંધ, 4 સ્ટેટ હાઇવે પણ બંધ - રસ્તા બંધ

રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ છે, જ્યારે ભારે વરસાદને કારણે રાજયના અનેક રસ્તા તૂટી ગયાં છે જેથી સલામતીના ભાગરૂપે રાજ્યના 20 જેટલા રસ્તા બંધ હાલતમાં છે. જેમાં 4 સ્ટેટ હાઇવે અને 16 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બંધ રાખવામાં આવ્યાં છે.

ભારે વરસાદને પગલે 20 રસ્તા બંધ, 4 સ્ટેટ હાઇવે પણ બંધ
ભારે વરસાદને પગલે 20 રસ્તા બંધ, 4 સ્ટેટ હાઇવે પણ બંધ

By

Published : Jul 14, 2020, 5:03 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ભારે વરસાદને લઇને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે આજ દિન સુઘીમાં કુલ 20 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેમાં 4 જેટલા સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 16 જેટલા પંચાયતના હસ્તકના રસ્તાઓ છે.

ભારે વરસાદને પગલે 20 રસ્તા બંધ, 4 સ્ટેટ હાઇવે પણ બંધ
રાજ્યમાં જુદાજુદા વિભાગ હસ્તકના રસ્તા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયાં છે તેમાં નજર કરીએ તો....

પંચાયત હસ્તકના રસ્તાઓની વાત કરવામાં આવે તો...

પંચાયત હસ્તકના કયા રસ્તાઓ બંધ

રાજકોટ 1
દેવભૂમિ દ્વારકા 1
જામનગર 2
જૂનાગઢ 4
પોરબંદર 8

તો રાજ્યના કેટલાક સ્ટેટ હાઈવે પણ બંધ છે....

કયા સ્ટેટ હાઇવે બંધ

જામનગર
પોરબંદર
દેવભૂમિ દ્વારકા

આમ રાજ્યમાં કુલ 20 જેટલા રસ્તાઓ સલામતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details