- 61 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી
- 45 વર્ષથી ઉપરના 3 લાખથી વધુ લોકોને રસી અપાઈ
- 2,523 હેલ્પ ડેસ્ક કાર્યરત છે
ગાંધીનગર: રસીકરણ મામલે થયેલી કામગીરી અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કેટલાક મહત્વના આંકડા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણ મામલે પુર જોશથી કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ વસ્તીના 17 ટકાને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 61 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તેમાં પણ 45 વર્ષથી ઉપરના 3,00,069 લોકોને રસી અપાઈ છે.
આ પણ વાંચોઃઅરવલ્લીમાં કોવિડ વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ
31 માર્ચ સુધીમાં 50,24,212 લોકોને વેક્સિન અપાઈ
31 માર્ચ સુધીમાં 50,24,212 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બીજા ડોઝમાં 6,75,262 લોકોને રસી અપાઈ છે. કુલ 57,00,174 લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ વસ્તીના 17 ટકા ગુજરાતમાં રસીકરણ થયું છે. આ માટે ડોકટરોની ટીમ પણ સારી રીતે કાર્ય કરી રહી છે.