ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા, 14 લોકોને રજા અપાઈ - Latest news of Gandhinagar

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 20 થી પણ ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 2, સુરતમાં 6, વડોદરામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1 એમ કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં 0 કેસ હતા પરંતુ નવસારી અને ડાંગ આ બે જિલ્લામાં બે-બે કેસ નોંધાયા છે.

cases of corona
cases of corona

By

Published : Sep 12, 2021, 10:58 PM IST

  • સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા
  • અન્ય તમામ કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજીટમાં કોરોના કેસ
  • 1,74,377 લોકોને વેક્સિન આપવામાં આવી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 12 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 17 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં 0 કેસ કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને વેક્સિન રવિવારે 2 લાખથી ઓછા લોકોને આપવામાં આવી છે.

અત્યાર સુધી 5,24,28,148 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

12 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 1,74,377ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે રવિવારે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 74,546 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 51,367 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 5,24,28,148 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 165 પહોંચ્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 165 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 160 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,370 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details