- કોરોનાગ્રસ્ત 20 દર્દીઓને રજા આપવામાં આવી
- 24 કલાકમાં એક દર્દીનું કોવિડ-19થી મૃત્યુ
- રાજ્યમાં એક્ટિવ કેસ 159, 5 દર્દી વેન્ટિલેટર પર
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા 25 ઓક્ટોબરના રોજ કોરોના (Coronavirus)ની યાદી બહાર પાડવામાં આવી હતી, એ મુજબ છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસો (Corona Positive Cases)ની આ સ્થિતિ ઓક્ટોબર માસમાં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોના કેસો ઘટ્યા છે. અમદાવાદમાં 0 કેસ, જ્યારે સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 0, તો વડોદરામાં 2 એમ સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના 159 એક્ટિવ કેસ
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં 5, નવસારી જિલ્લામાં 2 કેસો નોંધાયા છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 159 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 154 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર પર 05 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,088 દર્દીઓના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,187 દર્દીઓએ કોરોનાને માત આપી છે.