- રાજ્યની જેલોમાં સજા કાપતા કેદીઓને લઇને નિર્ણય
- દિવાળીના દિવસોમાં કેદીઓને અપાયો પેરોલનો લાભ
- 120 પુરૂષો, 61 મહિલા સહિત 181 કેદીઓને મળશે લાભ
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવી શકે તેવા હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. CM પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓ (Prison Reform and Prisoner Welfare Activities)ના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધનતેરસથી 15 દિવસ સુધી પેરોલ મંજૂર
રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
પરિવાર સાથે દિવાળી ઉજવશે 181 કેદી