ગાંધીનગર: કલોલ તાલુકાના જાસપુર ગામમાં રવિવારે એક સાથે 7 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં 5 લોકો જાસપુર ગામમાં જ રહે છે, જ્યારે એક વ્યક્તિ કલોલમાં રહે છે. આ તમામ લોકો પુરૂષ છે અને 22થી 30 વર્ષ વચ્ચેના હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગાંધીનગર શહેરના સેક્ટર 5cનો વતની હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં સતત બીજા દિવસે 15 કેસ પોઝિટિવ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ - ગાંધીનગરમાં કોરોના વાઇરસ
ગાંધીનગર જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વાઇરસ પોઝિટિવ કેસ કેસ સામે આવ્યાં છે. સવારે કલોલ તાલુકાના જાસપુર વોટર ટેંકમા ફરજ બજાવતા ગાંધીનગર જિલ્લાના 7 લોકો પોઝિટિવ સામે આવ્યાં છે. ત્યારે બપોર બાદ વધુ 8 કેસ સામે આવતાં ગ્રામ્ય વિસ્તારમા ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર શહેરમાં સવાર અને બપોરના 2 કેસ બાદ કરતા તમામ કેસ ગ્રામ્ય વિસ્તારમાથી સામે આવ્યા છે.
બપોર બાદ પણ વધુ 7 કેસ સામે આવ્યાં છે. જેમા છાલામાં અગાઉ જે યુવતી પોઝિટિવ આવી હતી, તેના પરિવારમાં 23 અને 25 વર્ષીય 2 યુવતિ પોઝિટિવ આવી છે. જ્યારે ગામના જ એક 55 વર્ષના આધેડ કોરોનામાં સપડાયા છે. આ ઉપરાંત વાવોલમાં કેડિલા ફાર્માસ્યુટિકલમા ફરજ બજાવતા યુવકના પરિવારમાં વધુ એક યુવતિ પોઝિટિવ આવી છે, જ્યારે કલોલ સારથી બંગલોઝમાં રહેનારા 34 વર્ષીય યુવક, ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં 65 વર્ષીય આધેડ અને ઈસ્કોન બંગલોઝમાં રહેનારો 24 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ શહેરના સેક્ટર 3bમાં રહેનારા 41 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે નોંધાયેલા આ તમામ કેસના કારણે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 132 થઇ છે.