ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 11,592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સોમવારે સૌથી વધુ 14,931 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 117 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. જ્યારે આજે સોમવારે કોરોનાથી થતાં મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી
ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી

By

Published : May 10, 2021, 8:22 PM IST

Updated : May 10, 2021, 8:53 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 11,592 પોઝીટીવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 117 દર્દીના મોત નિપજ્યા
  • રાજ્યમાં હાલ 1,36,158 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ

ગાંધીનગરઃરાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લાં કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3,194 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 6711 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે, સુરતમાં 823, રાજકોટ 319 અને બરોડામાં 751 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 117 દર્દીના મોત નિપજ્યા

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં આજે સોમવારે 29,817 યુવાનોનું થયું વેક્સિનેશન

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે આજે સોમવારે 1,03,94,150 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 33,55,185 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, કેન્દ્ર સરકાર દ્વારા 1 મેંથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે સોમવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે સોમવારે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29,817 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટમાં વધારા સાથે કુલ 76.11 ટકા જેટલો નોંધાયો છે .

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ 13,085 દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,36,158 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 792 વેન્ટિલેટર પર અને 1,35,466 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 8,511 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,47,935 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Last Updated : May 10, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details